આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ચૂંટણી સંગ્રામ પહેલા જ ગુજરાતમાં કોંગ્રેસે હથિયાર મૂકી દીધા? દિગ્ગજ નેતાઓએ કહ્યું, ‘અમે ચૂંટણી નહીં લડીએ…’

ગાંધીનગર: ગુજરાત સહિત ભારતભરમાં આગામી લોકસભાની ચૂંટણીની (Loksabha Election 2024 ) તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. તેવામાં કહી શકાય કે ગુજરાતમાં કોંગ્રેસ દયનીય હાલત માંથી પસાર થઈ રહ્યું છે (Gujarat Congress) કારણ કે મોટી સંખ્યામાં કાર્યકરો સહિત મોટા દિગ્ગજ નેતાઓ ભાજપમાં ભરતી થઈ ગયા છે. મહત્વની વાત છે કે આ બધો જ ઘટનાક્રમ ત્યારે ઘટે છે જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં (Rahul Gandhi Bharat Jodo Nyay Yatra Gujarat) હોય છે. ગુજરાતમાં માહોલ જોતાં અને સૂત્રો તરફથી મળતી તરહ-તરહની માહિતીથી એવું લાગે છે કે કોંગ્રેસે સંગ્રામ પહેલા જ હથિયાર નીચે મૂકી દીધા છે કારણ કે મોટા ભાગના સિનિયર કોંગ્રેસીઓએ ચૂંટણી લડવાથી હાથ ઊંચા કરી દીધા છે.

સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે કોંગ્રેસ CECની બેઠક બાદ ગુજરાતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. જે પણ ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને ચૂંટણી લડવા માટે ઓફર કરવામાં આવી રહી છે તેવા 10-12 નેતાઓએ ચૂંટણી લડવાનો ચોખ્ખો ઇનકાર કરી દીધો છે. સમાચાર અહેવાલોમાં જોવા મળી રહ્યું છે કે તાજેતરમાં જ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા જગદીશ ઠાકોર બાદ ભરતસિંહ સોલંકીએ પણ આગામી લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી દીધી છે.

કોંગ્રેસના લડાકુ નેતા જિગ્નેશ મેવાણી સહિત બળદેવજી ઠાકોરે, ઈંદ્રવીજયસિંહ, હિંમતસિંહ પટેલ, ઋત્વિજ મકવાણા, શૈલેષ પરમારે પણ ચૂંટણી લડવા પર નનૈયો ભણી ચૂક્યા છે. જ્યારે સિનિયર નેતાઓમાં ગેનીબેન ઠાકોર અને લલિત વસોયાએ સાંસદ ઉમેદવાર તરીકેની તૈયારી દર્શાવી છે. આપને જણાવી દઈએ કે કોંગ્રેસના સિનિયર નેતાઓ હાલ રાજધાની દિલ્હીમાં છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…