આપણું ગુજરાતલોકસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભાની ચૂંટણીને લઈને મહત્વની જાહેરાત, 7મેએ ગુજરાતમાં જાહેર રજા

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીને (Gujarat Loksabha Election 2024) લઈને મહત્વના સમાચાર બહાર આવ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીનું ગુજરાત માટેનું ત્રીજા તબક્કાનું મતદાન તારીખ 7 મેના રોજ થવાનું છે. (Third Phase Election) જેને લઈને જાહેર રજા બાબતે સામાન્ય વહીવટે પરિપત્ર જાહેર કર્યો છે. સમગ્ર ગુજરાતમાં આગામી સામાન્ય લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને અનુલક્ષીને ગુજરાતમાં હાજર રજા રહેશે.

વિભાગે જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, ભારત સરકારના ગૃહ મંત્રાલયના ૮મી મે, ૧૯૬૮ના જાહેરનામા ક્રમાંકઃ૩૯૧/૬૮/જેયુડીએલ-૩ સાથે વાંચતાં, સને ૧૮૮૧ના વટાઉખત અધિનિયમ (૧૮૮૧ ના ર૬ મા) ની કલમ-રપના ખુલાસાને અનુસરીને ગુજરાત સરકાર લોકસભાની સામાન્‍ય ચુંટણી અને ગુજરાત વિધાનસભાની ૨૬-વિજાપુર, ૧૦૮ – ખંભાત, ૧૩૬-વાધોડીયા, ૮૫- માણાવદર અને ૮૩ પોરબંદરની ખાલી પડેલ ૫ (પાંચ) બેઠકો માટેની પેટા ચુંટણીના કારણે, મંગળવાર તારીખ ૦૭મી મે, ર૦૨૪ / ૧૭, વૈશાખ, ૧૯૪૬ના દિવસે ગુજરાત રાજયમાં જાહેર રજા તરીકે જાહેર કરે છે.

આપણ વાંચો…
ભરી સભામાં જીભ લપસી જતાં નિતિશ કુમારે PM મોદીના પગ પકડી લીધા? જાણો RJD નેતા તેજસ્વી યાદવે શું કહ્યું?

સને ૧૯૫૧ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં સને ૧૯૯૬ના લોક પ્રતિનિધિત્વ (સુધારા) અધિનિયમથી દાખલ કરવામાં આવેલ કલમ-૧૩૫-બી(૩) અનુસાર નોંધાયેલ મતદાર જે મતવિભાગમાં વસવાટ કરતો હોય પરંતુ જ્યાં સામાન્ય કે’ પેટા-ચૂંટણી હોય તેવા મતવિભાગની બહારના વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમ કે સંસ્થામાં નોકરી કરતો હોય તો પણ તેવા મતદાર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(બી)(૧) અન્વયે સવેતન રજાનો હક્કદાર રહેશે.

આપને જણાવી દઈએ કે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે કરવામાં આવશે. જેમાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કામાં ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. સાત તબક્કામાં યોજાનાર લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ તબક્કાઓનું મતદાન પૂર્ણ થયા બાદ 4 જૂને પરિણામ આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…