આપણું ગુજરાત

ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, રમીની રમત જુગાર નથી, પોલીસને કર્યો આ હુકમ

ખૂબ જ લોકપ્રિય રમીની રમત જુગાર છે કે નહીં તે મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક આદેશમાં જણાવ્યું છે કે રમીની રમત જુગાર નથી. ગુજરાત હાઈકોર્ટે પોલીસ ઓથોરિટીને આદેશ આપ્યો હતો કે તેઓ ક્લબ અથવા તો જીમખાનાના સભ્યો દ્વારા તેમના પરિસરમાં રમાતી રમીની રમતમાં દખલ ન કરે.

ગુજરાત હાઈકોર્ટે રાજનગર ક્લબ એસોસિયેશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. રાજનગર ક્લબ એસોસિયેશને એક ડેક્લેરેશન માંગ્યું હતું કે બોમ્બે પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ, 1997 રમીની રમત પર લાગુ પડતો નથી. એસોસિયેશને ક્લબ કે પછી જીમખાનાની સુવિધાઓમાં રમાતી રમીની રમતમાં પોલીસની દખલગીરી અટકાવવા માટેના આદેશની પણ વિનંતી કરી હતી.

આ કેસમાં અરજીકર્તાના એડવોકેટે આંધ્ર પ્રદેશ સ્ટેટ વિ. સત્યનારાયણ અને અન્યોના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનો હવાલો આપ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે રમી મુખ્યત્વે કૌશલ્યની રમત છે અને તકની નથી, તેથી રમી “જુગાર” ની વ્યાખ્યાની બહાર આવે છે.

વળી બોમ્બે પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ, 1887 હેઠળ પણ તે ગુનો નથી. અરજીની સુનાવણી પછી હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે, ઉત્તરદાતાઓને નિર્દેશિત કરવામાં આવે છે કે તેઓ સંબંધિત અરજદાર ક્લબ/જીમખાનાના સભ્યો દ્વારા અરજદાર ક્લબ/જીમખાના પરિસરમાં રમાતી રમીની રમતમાં દખલ ન કરે.

આ મામલે ચુકાદો આપતા ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, આ આદેશ સંબંધિત પ્રતિવાદી અથવા તેમની નીચે કામ કરતા અધિકારીઓને સંબંધિત કાયદા અને નિયમોની યોગ્ય જોગવાઈઓ હેઠળ યોગ્ય પગલાં લેવાથી ક્યારેય અટકાવશે નહીં. જો એવું જાણવા મળશે કે ક્લબના સભ્ય અથવા સભ્યો કાયદા અથવા નિયમો હેઠળ વાંધાજનક અથવા તો પ્રતિબંધિત કોઈ પણ રમતો રમે છે તો કાયદા પ્રમાણે તેમની સામે એક્શન લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ઘણા ક્લબ અને જીમખાનામાં સભ્યો દ્વારા રમીની રમત રમવામાં આવતી હોય છે. જોકે, પોલીસ દ્વારા આવા લોકોને હેરાનગતિ ન થાય તે માટે હાઈકોર્ટમાં આ અરજી કરવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…