ગુજરાતના ચીફ સેક્રેટરી પદે પંકજ જોશીને છ મહિનાના એક્સટેન્શનની શક્યતા…

ગાંધીનગરઃ ગુજરાતના ચીફ સેક્રેટરી પંકજ જોશી આ મહિનાના અંતે નિવૃત્ત થવાના છે પણ ગુજરાત સરકાર તેમને નિવૃત્ત કરવાના બદલે આપશે એવું રાજ્ય સરકારનાં સૂત્રોએ જણાવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે, પંકજ જોશીને રાજ્ય સરકાર દ્વારા છ મહિનાનું એક્સેટન્શન આપવામાં આવશે.
31 ઓક્ટોબરે નિવૃત્ત થશે પંકજ જોશી
પંકજ જોશી રાજ્યના મુખ્ય સચિવપદેથી 31 ઓક્ટોબરે વયમર્યાદાના કારણે નિવૃત્ત થવાના છે પણ રાજ્ય સરકારે હજુ સુધી તેમના સ્થાને કોને મૂકવા એ અંગે કોઈ નામોની વિચારણા કરી નથી. આ ઉપરાંત કેવડિયા કોલોની ખાતે 31 ઓક્ટોબરે થનારી એકતા દિવસની ઉજવણીની સંપૂર્ણ જવાબદારી પંકેજ જોશીને અપાઈ છે.
31 ઓક્ટોબરે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી એકતા પરેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાના છે. મોદીની હાજરીના કારણે એકદમ હાઈ પ્રોફાઈલ બની ગયેલા કાર્યક્રમને સફળ બનાવવાની જવાબદારી જોશીના માથે છે. આ સંજોગોમાં મુખ્ય સચિવને એક્સટેન્શન આપવામાં આવે એ નક્કી છે અને તેમન તેમને છ મહિનાનું એક્સેટન્શન મળશે એ સ્પષ્ટ છે.
પોતાની કામગીરી માટે જાણીતા છે પંકજ જોશી
પંકજ જોશીએ ચીફ સેક્રેટરી તરીકે કોઈ પણ વિવાદ વિના કામગીરી બજાવી છે. ગુજરાત સરકારે પહેલી વાર પ્રાદેશિક સ્તરે વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ યોજી હતી અને તેને ભારે સફળતા મળી છે. પંકજ જોશીએ મહેસાણા ખાતે યોજાયી વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સની સફળતામાં ભજવેલી ભૂમિકાથી ખુશ ભાજપ હાઈકમાન્ડે પણ છ મહિનાનું એક્સેટન્શન આપવાને લીલી ઝંડી આપી દીધી હોવાનું પણ કહેવાય છે. મૃદ સ્વભાવના પંકેજ જોશીને ભાજપના તમામ જૂથો પસંદ કરે છે તેથી તેમના નામ સામે કોઈને વાંધો પણ નથી.
પંકજ જોશીને એપ્રિલ, 2026ના અંત સુધીનું એક્સટેન્શન આપવામાં આવે તો આગામી નાણાકીય વર્ષના બજેટ સહિતની વહીવટી કામગીરી પણ સરળતાથી પાર પડી જશે. નવા ચીફ સેક્રેટરી નવા નાણાંકીય વર્ષથી કામગીરી શરૂ કરી શકશે.
ચીફ સેક્રેટરી પદના દાવેદાર કોણ
પંકજ જોશીની નિવૃત્તિ પછી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને મુખ્યમંત્રી કાર્યાલયમાં સિનિયર અધિકારી તરીકે ફરજ બજાવતા મનોજ કુમાર દાસ સૌથી પ્રબળ દાવેદાર છે એમ કે દાસ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બંનેના માનીતા અધિકારી છે. નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને પણ તેમના નામે સામે વાંધો નથી તેથી દાસ ભાવિ ચીફ સેક્રેટરી મનાય છે.