આપણું ગુજરાત

ડ્રગ્સ માફિયાની ટોળકીને પકડવા Surat Policeએ જે કંઈ કર્યું તે…

સુરતઃ દેશના યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સ પેડલરને પકડવા સહેલા નથી હોતા. આ એક આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતું રેકેટ છે અને તેની જાળ એટલી ફેલાયેલી છે કે પોલીસ પણ ઘણીવાર નબળી પુરવાર થતી હોય છે, પરંતુ આવી જ એક ટોળકીને પકડવા સુરત પોલીસે દિવસરાત એક કર્યા ને આખરે સફળતા મેળવી.

નૉ ડ્રગ્સ સિટીની ઝુંબેશ છલાવી રહેલી ગુજરાતની સુરત પોલીસને 6 ડ્રગ સ્મગલરની ધરપકડ કરવામાં સફળતા મળી છે. આ ઉપરાંત તેમની પાસેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પણ મળી આવ્યું હતું. પોલીસે બાતમીદારની બાતમી પરથી દરોડો પાડી અંદાજે 1 કરોડની કિંમતનો ડ્રગ્સ જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન તમામ ડ્રગ્સ પેડલર્સ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પરંતુ સુરત પોલીસની SOG ટીમે સુરતથી યુપી અને મુંબઈ સુધી 1800 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. અનેક સ્થળોએ વેશપલટો કર્યો હતો અને ઘણી મહેનત બાદ 6 તસ્કરોને પકડી પાડવામાં સફળતા મેળવી હતી.

સુરત પોલીસ લાંબા સમયથી નૉ ડ્રગ્સ સિટીના નામે ઝુંબેશ ચલાવી રહી છે. આ અંતર્ગત પોલીસે અત્યાર સુધીમાં અનેક ડ્રગ્સ સ્મગલરોને પકડીને જેલમાં મોકલી દીધા છે. આ સંદર્ભે સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એક સપ્તાહ પહેલા બાતમીદાર પાસેથી મળેલી બાતમીના આધારે શહેરના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે એક કરોડનું ડ્રગ્સ કબજે કર્યું હતું પરંતુ ડ્રગ્સ સપ્લાય કરનારા પેડલર્સ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. તેમને પકડવા માટે સુરત પોલીસની SOG ટીમે સુરતથી યુપી અને મુંબઈ સુધી 1800 કિલોમીટરનો પ્રવાસ કરીને 6 તસ્કરોની ધરપકડ કરી હતી.
પોલીસે સૌપ્રથમ મુંબઈથી સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરનાર આસિફ ઉર્ફે બાબા અહેમદ ખાનની ધરપકડ કરી હતી.

આ પછી ઈમરાને ઈમ્તિયાઝ ખાન ટેક્સી ડ્રાઈવરને પકડી લીધો. તેમની બાતમી પરથી મુંબઈમાં ડ્રગ્સ ખરીદવા જઈ રહેલા ફૈયાઝ અલી, સૈયદ અલી, મોહમ્મદ શાહિદ જમાલ, ઈકબાલ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. છઠ્ઠો આરોપી મોહમ્મદ ઉસ્માન મલિક સુરતમાં લાઈટ ફિટિંગનું કામ કરે છે અને છૂપી રીતે ડ્રગ્સનું વેચાણ પણ કરે છે. મુખ્ય આરોપી મોહમ્મદ કાશિફ ઇકબાલ ઉર્ફે પસીનાની સુરત પોલીસની ટીમે ઉત્તર પ્રદેશના બારાબંકીમાંથી ધરપકડ કરી છે.

પોલીસથી બચવા માટે મોહમ્મદ કાશિફ ઈકબાલે પોતાના વાળ અને દાઢી નાની કરી નાખી હતી અને બારાબંકીમાં આવેલી દેવા શરીફ દરગાહ પાસે સંતાઈ ગયો હતો. દરગાહમાં સૂઈ રહેલા 400 લોકોમાંથી પોલીસે તેને ઓળખી લીધો અને તેની ધરપકડ કરી હતી. મોહમ્મદ કાશિફ ઈકબાલની ધરપકડ કરવા માટે પોલીસકર્મીઓએ મુસ્લિમ પોશાક પણ પહેર્યો હતો. આ રીતે વેશ બદલી પોલીસે આરોપીને સાણસામાં લીધો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…