સુરતમાં આગની આડમાં ચોરી : કંપનીના જ કર્મચારીઓએ ઓફિસમાં ચોરી કરી આગ લગાવી

સુરત: ગુજરાતના સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં (Surat) બ્લૂ ડાર્ટ કુરિયર કંપની (BLUE DART EXPRESS LTD) ઓફિસમાં કંપનીના જ કર્મચારીઓ દ્વારા 34.63 લાખનો માલ ચોરી કર્યા બાદ કંપનીમાં આગ લગાડી દેવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જો કે આ દરમિયાન લાખો રૂપિયાનો માલ સળગીને રાખ થઈ ગયો હતો. જો કે પોલીસ તપાસ બાદ આ મામલામાં ચોંકાવનારા ખુલાસા થયા હતા.
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી બ્લૂ ડાર્ટ કુરિયર કંપનીની ઓફિસમાં તેમના જ અમુક કર્મચારીઓ દ્વારા ચોરી કરીને આગ લગાડી દઈને સમગ્ર ઘટનાને આગમાં ખપાવી દેવાની ચાલ પર પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે.પોલીસ જણાવ્યું હતું કે બ્લૂ ડાર્ટ કુરિયર કંપની ઓફિસમાં આગ લાગવાની ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો: Rajkot Gamezone fire: મંજૂરીથી આજદિન સુધી ફરજ પર રહેલા તમામ જવાબદાર અધિકારીઓને SITનું તપાસનું તેડું
જો કે પોલીસ દ્વારા જ્યારે આ મુદ્દાની તપાસ કરવામાં આવી હતી ત્યારે પોલીસને ઘણા વિરોધાભાસ જોવા મળ્યા હતા. ફરિયાદમાં સામાન બળ્યો હોવાની વિગતો હતી પરંતુ તપાસમાં સામાન બળ્યો હોવાના કોઈ અવશેષો મળ્યા નહોતા. તપાસમાં ઘણી એવી બાબતો સામે આવી હતી કે જેમાં શંકા ઉપજે. આગનો બનાવ ઉપજાવી કાઢેલ હોય અને આગની આડમાં ચોરીને છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
જો કંપનીની ઓફિસમાં આગ લાગવાની ઘટનામાં આરોપીઓમાં ગોપાલ વાસુદેવ બનીસીપી, બદરૂભાઈ ભુકણ અને જાકીર મહમ્મદ અલી સૈયદ સામેલ હોવાનું સામે આવ્યું છે. આ આખા બનાવ પાછળ મુખ્ય સૂત્રધાર જાકીર મહંમદ હતો. જ્યારે જ્યારે બે દિવસથી જ સકીયુરિટીમાં જોડાયેલ ગોપાલ અને અન્ય બદરુંને પોલીસ જડપ્યા છે.
આરોપીઓ પાસેથી 8.25 લાખ રોકડ, 26 લાખની કિંમતના 40 મોબાઈલ, DVR અને લેપટોપ સહિત 35.51 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જો કે આરોપીઓએ અઠવા વિસ્તારમાં પણ 40 લાખથી વધુની ચોરીને અંજામ આપ્યો હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં ખૂલી છે.