વલસાડમાં ભેસુ ખાડીમાં એક કાર તણાઈ! પિતાનો આબાદ બચાવ, માતા અને દીકરી લાપતા | મુંબઈ સમાચાર
વલસાડ

વલસાડમાં ભેસુ ખાડીમાં એક કાર તણાઈ! પિતાનો આબાદ બચાવ, માતા અને દીકરી લાપતા

વલસાડ: ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પણ પ્રભાવિત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

ખાસ કરીન વલસાડમાં બુધવારે રાત્રે ભારે વરસાદ થયો હતો. જેના કારણે એક પરિવાર રાત્રે કાર સાથે નદીમાં તણાઈ ગયો હતો. જો કે, પિતાનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે જ્યારે માતા અને દીકરી હજી પણ લાપતા છે. આ સમગ્ર ઘટના વલસાડ જિલ્લાના પારડીમાં બની છે.

આપણ વાંચો: ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે ભારે પવનની ચેતવણી, 28મી જૂન સુધી દરિયો ના ખેડવા આદેશ…

સ્થાનિકોની મદદ સાથે રેસ્ક્યુ ઓપરેશન શરૂ

વિગતે વાત કરવામાં આવે તો, તરમાળીયા અને ખુતેજ વચ્ચે ભેસુ ખાડીમાં કાર તણાઈ ગઈ હતી. કારમાં શિક્ષક મહેશભાઈ પટેલ, તેમના પત્ની તનાશા પટેલ અને પુત્રી યશ્વી પટેલ હતાં.

જો કે, પિતા મહેશભાઈનો બચાવ કરી લેવામાં આવ્યો છે. જ્યારે માતા તનાશા પટેલ અને દીકરી યશ્વી પટેલ હજી પણ લાપતા હોવાથી રેક્સ્યુ ટીમ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. રેસ્ક્યુ ટીમ સાથે સ્થાનિકો પણ મદદ માટે જોડાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આપણ વાંચો: સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી, ૨૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

એક વ્યક્તિનો અવાજ સંભળાયો તો અમે તે બાજુ દોડીને ગયાંઃ સ્થાનિક

આ સમગ્ર મામલે સ્થાનિકનું કહેવું છે કે, ‘સાંજે 07:30 વાગ્યે અમને ખબર પડી કે, એ કાર નદીમાં તણાઈ રહી છે. જેથી અમે સત્વરે ત્યાં પહોંચી ગયાં હતાં. અમે કારમાં સવાર લોકોને શોધવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈ મળ્યું નહોતું. આ દરમિયાન એક વ્યક્તિનો અવાજ સંભળાયો તો અમે તે બાજુ દોડીને ગયાં અને તેને બનાવી લીધો હતો. જો કે, બાકીના લોકોની કોઈ ભાળ મળી નહોતી’.

ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ

ગુજરાતમાં કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેથી પૂરની સ્થિતિ સર્જાઈ હોવાથી લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યાં છે. જૂનાગઢમાં છેલ્લા 12 કલાકમાં 331 મિમી વરસાદ નોંધાયો છે. એટલું જ નહીં પરંતુ હજી પણ અહીં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ જિલ્લાઓમાં વરસાદના કારણે અનેક નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે. જેના કારણે પાણી આસપાસના ગામડાંઓમાં જઈ રહ્યું છું. અનેક વિસ્તારમાં લોકો ફસાયા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જો કે, તંત્ર દ્વારા તેમને બચાવી લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button