વલસાડ નજીક માલગાડી પાટા પરથી ઉતરી જતાં રેલ સેવાને અસર

વલસાડ: ગઇકાલે જ ઉત્તર પ્રદેશમાં સર્જાયેલ રેલ દુર્ઘટના બાદ આજે ગુજરાતના વલસાડમાં પણ માલગાડીનો એક ડબ્બો પાટા પરથી ખડી જવાની ઘટના સામે આવી છે. વલસાડ અને સુરત સ્ટેશનની વચ્ચે માલગાડીની એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો. આ ઘટના બપોરના ત્રણ વાગ્યા આસપાસ ગરી સ્ટેશન નજીક સર્જાય હતી.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર માલગાડી સુરત તરફ જઈ રહી હતી. મુંબઈ-અમદાવાદ ટ્રંક રૂટ પર આ અકસ્માત સર્જાયો ત્યારે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ પશ્ચિમ રેલવેના મુખ્યાલયમાં રેલવે સુરક્ષા અને અન્ય મુદ્દાઓની સમીક્ષા કરી રહ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પાટા પરથી ઉતરેલા કોચને પાટા પરથી હટાવીને રૂટની અન્ય ટ્રેનોનું સંચાલન શરૂ કરાવ્યું હતું. જો કે હાલ ઘટના કયા કારણોસર સર્જાય તેની તપાસ આદરી છે.
આ પણ વાંચો: રેલ દુર્ઘટના અટકાવનારી KAVACH System છે શું ? સિસ્ટમ હોવા છતાં પણ કેમ સર્જાય છે રેલ દુર્ઘટના?
સુરત જઈ રહેલી ટ્રેનનો એક કોચ પાટા પરથી ઉતરી ગયો હોવાથી તેની સીધી અસર રેલવે સુવિધાથી સતત ધમધમતા રહેતા આ રૂટની અન્ય સેવાઓ પર થઈ હતી. આ દુર્ઘટના બાદ થોડા સમય સુધી એક જ પાટા પરથી રેલ વ્યવહારને યથાવત રાખવામાં આવ્યો હતો. બાદમાં બંને રેલવે ટ્રેકને તાત્કાલિક પૂર્વવત કરવામાં આવ્યો હતો.
ગઇકાલે ઉત્તર પ્રદેશના ગોંડામાં સર્જાયેલ ટ્રેન દુર્ઘટનામાં ચંદીગઢ-દિબ્રુગઢ એક્સપ્રેસના ત્રણ ડબ્બાઓ પલટી ગયા હતા અને 13 પાટા પરથી નીચે યાત્રી ગયા હતા. આ બનાવમાં તારણ લોકોના મોત થયા છે જ્યારે 33 લોકો ઘાયલ થયા છે. જેમાંથી પાંચ ઓકઓની ગંભીર સ્થિતિને લઈને લખનઉ રેફર કરવામાં આવ્યા છે.