વલસાડના ઉદવાડામાં મળ્યો 11 કિલો 800 ગ્રામ ચરસનો જથ્થો : પેકેટ્સ પર લખાણ ઉર્દુમાં
વલસાડ જિલ્લાના ઉડવાડા ગામમાં આવેલ દરિયા કિનારેથી 11 કિલો 800 ગ્રામ ચરસના બિનવારસી પેકેટ મળી આવ્યા છે. ચરસના આ પેકેટ અંગે જાણકારી મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે
વલસાડ જિલ્લાને ચરસના પેકેટ વિશે બાતમી મળતા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વલસાડ જિલ્લા SOG અને પારડી પોલીસે સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી છે. જિલ્લાના તમામ દરિયા કિનારે પોલીસ દ્વારા સર્ચ ચાલુ કરવામાં આવ્યું છે. ઉડવાડા ગામે દરિયા કિનારે બિન વારસી હાલતમાં મળેલ ચરસના પેકેટ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ચરસના પેકેટ પર નાર્કો વિશે અને ઉર્દુ ભાષામાં લખાણ લખેલ હતું.
21 જુલાઈએ દ્વારકામાથી ઝડપાયું 11 કિલો ડ્રગ્સ
ગુજરાતનાં સમુદ્રી કાંઠા વિસ્તારોમાં માદક દ્રવ્યોના મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. કચ્છના ક્રીક વિસ્તાર, દ્વારકા જિલ્લાનો દરિયા કીનારો, સોમનાથના દરિયા કિનારે થી અગાઉ મોટી માત્રમાં જથ્થો પકડાયા બાદ પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે. ત્યારે પેટ્રોલિગ દરમિયાન જ મીઠાપુર વિસ્તારના મોજપ મોજપ ગામના દરિયા કિનારેથી માદક પદાર્થ ચરસનાં 21 પેકટ, જેમાં 23,680 કિલો ચરસ બીનવારસી હાલતમાં મળી આવ્યો હતો.
આ પણ વાંચો: દ્વારકામાં હિલ્લોળા લેતો ડ્રગ્સનો દરિયો – પ્લાન ‘ઉડતા ગુજરાત’ ? વધુ 11 કરોડનું ચરસ ઝડપાયું
જેની બજાર કિંમત રૂપિયા 11 કરોડ 84 લાખ જેટલી થવા પામે છે. આ મુદ્દામાલ જપ્ત કરી પોલીસે તપાસ હાથ ધરી હતી. છાસવારે હવે તો દ્વારકામાં ઝ્દ્પાતું ડ્રગ્સ તીર્થભૂમિને બદનામ કરવા માટે પ્લાન ઉડતા ગુજરાત બનાવાતો હોવાની આશંકા પ્રબળ બની છે.
સાધુ-સંતો અને તીર્થ યાત્રિકોને માદક પદાર્થથી લલચાવવા અને અહીથી જ બંધાણીઓનો કેરિયર તરીકે ઉપયોગ કરવાનું પણ મોટું ષડયંત્ર હોવાની શક્યતા પણ નકારી શકાય નહીં. જન્માસ્ટમી તહેવારો આવતા જ કહેવાય છે કે ડ્રગ્સના સોદાગરો દ્વારકા પંથકમાં સક્રિય થયા હોવાની પણ આશંકા ઘેરી બની છે.
સૌથી મોટો સવાલ એ છે કે દ્વારકા, કચ્છ અને સોમનાથ સહિતના દરિયાકાંઠે થી ઝ્ડપાયેલો તમામ જથ્થો બિનવારસી જ મળી આવ્યો છે. તો સવાલ એ છે કે શું કરોડોની કિમતનો માદક પદાર્થ માફિયાઓ દરિયામાં શા માટે વહાવી શકે ?