દિલ્લી-મુંબઈ એક્સપ્રેસવે પર સુરતના કિમથી જુદા જુદા સ્થળના ટોલ ટેક્સના રેટ નક્કી કરાયા?

સુરત: ડિસેમ્બર 2025માં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના વડોદરા-વિરાર સેક્શનના પેકેજ-5 હેઠળ કીમથી અંકલેશ્વરને જોડતા માર્ગની માત્ર એક જ બાજુ પર વાહનવ્યવહાર શરૂ કરવાની વિચારણા ચાલી રહી હતી. નવા વર્ષે હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના અગત્યના ગણાતા કીમ (મોટી નરોલી), એના અને ગાંડેવા સેક્શનને વાહનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ સાથે જ સાથે જ તેના ટોલ દરોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.
કાર, જીપ અને SUV માટે ટોલના દરો
NHAI દ્વારા જુદા જુદા ટોલ પ્લાઝાના એક તરફની મુસાફરીના દરો જાહેર કરવામાં આવ્યા છે. ગાંડેવાથી એના સુધીનો ટોલ દર રૂ.80 રાખવામાં આવ્યો છે. ગાંડેવાથી મોટી નરો(કીમ)સુધીનો ટોલ દર રૂ. 175 રાખવામાં આવ્યો છે. ગાંડીવાથી નેશનલ એક્સપ્રેસ વે-1 સુધીનો ટોલ દર રૂ. 480 રાખવામાં આવ્યો છે. એનાથી મોટી નરોલ(કીમ) સુધીનો ટોલ દર રૂ. 95 રાખવામાં આવ્યો છે. એનાથી નેશનલ એક્સપ્રેસ વે-1 સુધીનો ટોલ દર રૂ. 400 રાખવામાં આવ્યો છે. જ્યારે મોટી નરોલ(કીમ)થી નેશનલ એક્સપ્રેસ વે-1 સુધીનો ટોલ દર રૂ. 305 રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, જો મુસાફર તે જ દિવસે પરત ફરે છે, તો તેને દોઢ ગણો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. સુરત આવતા કે સુરતથી જતા વાહનચાલકોએ ‘એના’ એક્ઝિટનો ઉપયોગ કરવાનો રહેશે. વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે (NE-1) નું જોડાણ વડોદરા પાસે ઉપલબ્ધ છે. વાર્ષિક રિચાર્જ કે ફાસ્ટેગ સિસ્ટમ ધરાવતા વાહનચાલકોને વર્તમાન નિયમો મુજબના લાભો મળતા રહેશે. હવે આ પટ્ટાઓ ખુલ્લા મુકાતા સુરત, વડોદરા અને નવસારી વચ્ચેની મુસાફરી વધુ ઝડપી અને સરળ બનશે.
આપણ વાંચો: સુરતમાં પતંગની દોરીએ પિતા-પુત્રીનો લીધો જીવ: 70 ફૂટ ઉપરથી પટકાયો પરિવાર



