આપણું ગુજરાતસુરત

સૂરતમાં પિપલોદના મોલને ઉડાવી દેવાની મળી બીજી વખત ધમકી; મોલ કરાવાયો ખાલી

દેશના કેટલાય રાજ્યો 15 ઓગસ્ટ પૂર્વે સતર્કતા દાખવે છે કે પોતાના રાજયમાં કે કેન્દ્રમાં કોઈ ભાંગફોડિયા વૃત્તિ ધરાવતા કે અરજાકતા ફેલાવવા કોશિશ કરી રહેલા તત્વો સફળ ના થાય. કેન્દ્ર સરકાર જેટલી સતર્કતા દાખવે છે, તેટલી જ સતર્કતા રાજ્ય સરકાર દાખવે છે.

આ વચ્ચે ભાંગફોડિયા તત્વો પોલીસ અને જનતાને ભયમાં રાખી ગુમરાહ કરતાં હોય તેવો ઘાટ છાસવારે ઘડાય છે. હજુ બે મહિના પહેલા જ દિલ્લી-NCRની કેટલીય સ્કૂલોમાં વિદેશમાથી ધમકી ભર્યા મેલ આવ્યા હતા અને શાળાઓને ઉડાવી દેવા ધમકીઓ અપાઈ હતી. બરાબર બીજા જ દિવસે અમદાવાદની કેટલીક શાળાઓને પણ આવા જ મેલ આવતા,શાળા સંચાલકો, વાલીઓમાં મોટી ફડક પેસી ગઈ હતી.

હવે, સુરતના VR મોલને પણ ફરી એક વાર મેળથી ધમકી આપવામાં આવી છે જેમાં મોલને ઉડાવી દેવા અંગેનો ઉલ્લેખ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ પીપલોદ રોડ ઉપર આવેલા VR મોલને ઈ-મેલથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આજે રક્ષાબંધનના તહેવાર પર ફરી એક વાર મોલને ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું. SOG અને PCBની ટીમ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ VR મોલ પહોંચી હતી.

આ પણ વાંચો: બૉમ્બની ધમકીથી વાશીનો મૉલ ખાલી કરાવાયો

સપરમાં દિવસો કે તહેવારો વખતે જ નાગરિકો મોલમાં હરવા-ફરવા કે પ્રસંગોપાતની ખરીદીમાં જતાં હોય છે. આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારે સવારથી જ સુરતના મોલ -મલ્ટિપ્લેક્સ,કે હોટેલ રેસ્ટોરન્ટ માં બારે ભીડ જોવા મળતી હતી. ત્યારે બપોરના સુમારે જ મોલ માટે ધમકી ભર્યો મેલ આવતા પોલીસ અને સંબંધિત સુરક્ષા એજન્સીઓ ડોગ સ્કવોડ સાથે પહોચી જઈ જાત-નિરીક્ષણ કર્યું હતું.

ધમકી ભર્યા મેલ અંગે માહિતી આપતા ડીસીપી રાકેશ બારોટે ઉએંર્યું હતું કે, આગળ પણ જે પ્રકારનો મેઈલ થોડા સમય પહેલા આવ્યો હતો, એ જ પ્રકારનો મેઈલ 3 વાગ્યા બાદ આવ્યો છે. જેમાં એક્સપ્લોઝિવ મૂકીને મોલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ગઈ વખતે પણ 74 જેટલા લોકેશનનો ઉલ્લેખ હતો.

આ વખતે પણ મેઈલમાં એ જ પ્રકારના લોકેશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ આખો મોલ ખાલી કરી દેવાયો છે અને થિયેટર પણ ખાલી કરી દેવામાં આવ્યા છે. બે કલાકની અંદર તપાસની કામગીરી પૂર્ણ થઈ જશે એવું અમારો અંદાજ છે. ડોગ સ્કવોડ સહિતની ટીમ કામે લાગી ગઈ છે.

સુરક્ષા એજન્સીઓની સતર્કતા -મોલ કરાવાયો ખાલી

સુરતના પિપલોદ રોડ પર આવેલા VR મોલને બપોરના સુમારે વિસ્ફોટક પદાર્થ થી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેલ આવતા,પોલીસ સહિતની તમામ એજન્સીઓ સક્રિય થઈ ગઈ હતી. પોલીસે સતર્કતાના ભાગ રૂપ મોલને ખાલી કરાવાનું મુનાસિબ માન્યુ હતું. અને અગમચેતીના પગલાં લેવાના શરૂ કરી દેવાયા હતા.

સૌપ્રથમ પોલીસ દ્વારા મોલ ખાલી કરાવવામાં આવ્યો હતો, જેથી કરીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાથી નાગરિકોને સુરક્ષિત રાખી શકાય. અગાઉ, 9 એપ્રિલે પણ આ જ પ્રકારનો મેલ આવ્યો હતો. અગાઉ આવેલા ધમકી ભર્યા મેલમાં લખવામાં આવ્યું હતું કે, “જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે’.

પોતાના નાપાક ઈરાદાઓથી ગુજરાતને ભયભીત કરવા અને નાગરિકોની સુરક્ષા-સલામતી સાથે મેલી રમત રમનારાઓ, શક્ય છે પોલીસ અને બીજી સુરક્ષા એજન્સીઓનું ધ્યાન ભટકાવી, પોતાના નાપાક મનસૂબાને બીજી તરફ લાગૂ કરી શકે છે તેનો અંદાજ પણ પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓને છે જ. અને માટે જ વધુ સતર્કતા દાખવવામાં આવી રહી છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button