નેશનલ

બિહારમાં સીએમ ઓફિસને Bomb થી ઉડાવી દેવાની ધમકી, અલ -કાયદાના નામે મેલ આવ્યો

Patna: બિહારના પટનામાં સીએમ ઓફિસને બોમ્બથી(Bomb)ઉડાવી દેવાની ધમકી મળી છે. તેની બાદ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મામલા પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

પટના સીએમ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આતંકી સંગઠન અલ કાયદાના નામે આવી છે. સીએમઓ ઓફિસમાં અલ કાયદાના નામે એક મેલ આવ્યો છે. પટનાના સચિવાલય પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવ્યા બાદ ATSએ આ કેસની તપાસ કરી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

આ પૂર્વે પટના એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. જેની બાદ તેની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આ ધમકી પણ ઈ-મેલ દ્વારા જ મોકલવામાં આવી હતી. જો કે તે સમયે આવી કોઈ ઘટના બની ન હતી અને પોલીસતંત્ર એકદમ સતર્ક બની ગયું હતું.

એક ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી હતી

જુલાઈમાં જ પટનાના એક ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી હતી. અહીંથી 35 જીવતા કારતૂસ, પોટેશિયમ નાઈટ્રેટનું બોક્સ, ટ્રી ફિલ લિક્વિડનું બોક્સ, લાકડાનો કોલસો, સૂતળી વગેરે જપ્ત કરવામાં આવ્યા હતા.

આ કેસમાં પોલીસે પવન મહંતો નામની વ્યક્તિની ધરપકડ કરી હતી. આટલી મોટી માત્રામાં વિસ્ફોટકો કયા ષડયંત્ર હેઠળ ઘરમાં લાવવામાં આવ્યા હતા તે એંગલથી પોલીસ મામલાની તપાસ કરી રહી હતી. શું આરોપીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા?

જો કે પોલીસે સમયસર આ લોકોને પકડી લીધા હતા અને મોટી ઘટના ટળી હતી. ઉલ્લેખનીય છે કે આ ધમકીને લઈને બિહાર પોલીસ પણ ગંભીર છે અને તમામ સુરક્ષા એજન્સીઓ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે.

Also Read –

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker