આપણું ગુજરાત

નવા અધ્યક્ષ-મંત્રી મંડળના વિસ્તરણ પહેલા ભાજપ સાળંગપૂરમાં સાષ્ટાંગ

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી આજથી બોટાદના સાળંગપૂરમાં શરૂ થઈ છે. ભાજપના લગભગ 1500થી વધુ કાર્યકર્તા આગામી દિવસોમાં ભાજપની વિચારધારા,પ્રણાલી અને ગુજરાતનાં વિકાસ સહિત પાર્ટીની ગતિવિધિઓ પર વિચાર વિમર્શ- અને માર્ગદર્શન મેળવશે.

દોઢ મહિના પહેલા જ ‘મુંબઈ સમાચારે’ અહીં કહ્યું હતું કે, રથયાત્રા બાદ તુરંત જ ગુજરાતની ભુપેન્દ્રભાઇ પટેલની સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ થશે. સાથોસાથ ગુજરાત પ્રદેશ ભાજપના વિધિવત રીતે નવા પ્રદેશ પ્રમુખનું નામ પણ જલ્દી મળી જશે. આજથી શરૂ થયેલી કાર્યશાળાનું સમાપન શુક્રવારે થશે. આ બેઠકમાં પ્રદેશ ભાજપના આગેવાનો,કાર્યકર્તાઓ સહિત કેન્દ્રીય નેતૃત્વ ઉપસ્થિત રહેશે.

લોકસભા ચૂંટણી-2024માં ભાજપ બે બેઠકો પર 7 લાખથી વધુની લીડ લઈ શક્યો. એ હાઇ-પ્રોફાઇલ એવી બે બેઠકોમાં ગાંધીનગરમાં અમિત શાહ અને નવસારીમાં સી આર પાટિલનો સમાવેશ થાય છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બે ટ્રામ રહેલા સી આર પાટિલ હવે કેન્દ્ર સરકારમાં જળ સંસાધન મંત્રી બન્યા છે.

અને તેમની ટર્મ પણ અહીં પૂરી થઈ ગઈ છે. એટલે હવે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની ઘોષણા સાળંગપૂરમાંથી જ થશે કે કેમ ? તે અંગે કોઈ ફોડ પડાયો નથી. ભાજપના મહામંત્રી અને પૂર્વ ગૃહ પ્રધાન રજની પટેલને જ્યારે ભરી પત્રકાર પરિષદમાં પૂછાયું કે, નવા પ્રદેશ અધ્યક્ષની ઘોષણા પણ પૂર્ણાહૂતિ વેળા જ થશે ? તો તેમણે કહ્યું કે, એ પણ જણાવીશું.

આ પણ વાંચો: ગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્તરણ રથયાત્રા પછી? સંગઠનમાં પણ તળિયાથી નળિયા સુધી ફેર-બદલ

ગુજરાત ભાજપમાં અસંતોષનો આંતરિક ચરુ ઊકળે છે. લોકસભા-2024 અને વિધાનસભા 2022 પહેલા પહેલા ભાજપે યોજેલા ભરતી મેળાથી મૂળ કોંગ્રેસીને લાભ થયો અને ભાજપના પાયાના કહેવાતા કાર્યકરો ‘મો વકાસી’ને બેસી રહ્યા. લોકસભા વેળા તો તેમનો ‘માહલો’ જાગી ઉઠ્યો. ધૂંધવાયેલા કાર્યકરો લોકસભા છૂટણીમાં નિષ્ક્રિય રહ્યા અથવા તો છાના ખૂણે કોંગ્રેસની મદદ કરતાં રહ્યા.

એવામાં રાજકોટ બેઠક પરથી પરસૂતાં રૂપાલાનુ નિવેદન આવ્યું. બસ, પાર્ટીથી નારાજ કાર્યકરોની ફોજને ‘દોડવું હતું ને ઢાળ’ મળી ગયો. ગામે-ગામના નારાજ કાર્યકરોની કહેવાતી સુસ્તીના કારણે ભાજપ 5 લાખના જીતના માર્જિન સુધી પહોચી ના શક્યો. અરે, ખુદ વડાપ્રધાન મોદીએ પણ લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે એવિ જ જગ્યાઓ પસંદ કરી,જ્યાં ક્ષત્રિય સમાજની નારાજગી બેઠક ગુમાવી શકતી હતી.

આ મુદ્દાઓ પણ જરા ચર્ચી લેજો, વહાલા !

રાજકોટનું તો રાજકારણ જ ‘અદકું’ છે . રાજકોટ ભાજપમાં ‘બાર ભાયા અને ચાર ચોકા’ છે. ખેઓ કે દરેક નેતાઓનો પોતાનો એક ભાજપ અને પોતાની એક વર્કિંગ ટિમ છે. જેને સાંસદ પરસોતમ રૂપાલા પારખી ગયા છે. સૌથી મોટો મુદ્દો રાજકોટના અગ્નિકાંડના આરોપીઓ સાથે ભાજપના નેતાના સંબંધો પર સાળંગપૂરમાં ચર્ચા થશે ? શું તેઓ પર પગલાં લેવાશે ? રાજકોટ મહાનગર પાલિકાના જવાબદારો પાછળ કયા નેતાઓનું રાજકીય પીઠબળ છે, તેનાથી પ્રદેશ નેતાગીરી અજાણ છે ? વળી ગેમજોન કાંડમાં રાજકોટ મહાનગરપાલિકાની આબરૂ ખરડાઇ, વડોદરાના હરણી લેક દૂરઘટનામાં ભાજપ માથે માછલાં ધોવાયા. સુરતના તક્ષશીલા અગ્નિકાંડની જવાળાઓથી આજે ય સુરત મહાપાલિકા કે ભાજપ ગૂંગળાય છે ત્યારે, ‘જનસેવા’માં રત રહેતી પાર્ટી એક સામૂહિક મંથન અહીં કરીને ગુજરાતની જનતા જે અપેક્ષા રાખે છે તેવા ‘ન્યાય’નું અમૃત આપે તેવી આશા નાગરિકો રાખે તેમાં ખોટું પણ નથી

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા