આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

અમરેલીમાં ચાલી પહેલા આંતરકલહ વચ્ચે ભાજપના નેતા ભરત કાનાબારનું ટ્વીટ થયું વાયરલ

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતમાં કેટલીક સીટો પર ભાજપના ઉમેદવારોને જનાક્રોશનો ભોગ બનવું પડે છે. રાજ્યમાં પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા અને વિજાપુર બાદ હવે અમરેલી (BJP) સીટ પર ભડકો થયો છે, આજે પાર્ટીના બે જુથના લોકો આમને-સામને આવી ગયા હતા. અમરેલીમાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક નેતાઓ ભરત સુતરિયા (Bharat Sutariya)ને લોકસભા (Loksabha)ની ટિકીટ આપતા નારાજ હોવાનું દેખાઇ રહ્યું છે. અમરેલીમાં ભાજપનો ઉમેદવાર બદલવા માટે પોસ્ટરો પણ લાગ્યા હતા.

અમરેલીમાં ચાલી રહેલા વિખવાદ વચ્ચે ભાજપના સ્થાનિક મોટા નેતા ભરત કાનાબારે સોશિયલ મીડિયા પર એક સુચક પૉસ્ટ શેર કરી છે, આ પૉસ્ટ હાલ ગુજરાતના રાજકીય વર્તુળોમાં ખુબ જ વાયરલ થઈ છે. જો કે કાનાબારે આ પોસ્ટ દ્વારા કોના પર નિશાન સાધ્યું છે, તે ખબર નથી પડતી પરંતુ તેને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

ડો. ભરત કાનાબાર દ્વારા કરવામાં આવેલું એક ટ્વીટ હાલ અમરેલી સહિત ગુજરાતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જ્ઞાતિવાદ-જાતિવાદનો બોમ્બ મેરીટ-ગુણવત્તાના ફુરચા ઉડાડી દેતો હોવાની વાત કરી છે. ડો. ભરત કાનાબારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર ટ્વીટ કરી લખ્યું છે કે, રાષ્ટ્રવાદ, પ્રામાણિકતા, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીની વાતો – “પોથીમાંના રીંગણાં” બનીને રહી ગયી છે. સૌથી વધુ ભયજનક જ્ઞાતિવાદ – જાતિવાદનો બૉમ્બ છે જે મેરીટ – ગુણવત્તાના ફુરચા ઉડાડી દે છે. ફલાણી સીટ તો એ કોળી સમાજની ગણાય, ફલાણી પટેલ સમાજની રિઝર્વ, ફલાણી ઠાકોર સમાજની કે પછી આહીર સમાજની કે પછી ક્ષત્રિય સમાજની!’ આમા લાયક ઉમેદવાર માટે કોઈ સીટ રિઝર્વ ખરી?’

આપણ વાંચો: અમરેલીમાં બે જૂથના ભાજપના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી, પોલીસ ઘટનાસ્થળે દોડી

અમરેલી લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ચર્ચા અને મનોમંથન કર્યા બાદ આખરે ભરત સુતરિયાને ટિકીટ આપવામાં આવી હતી. ભાજપે સીનિયર નેતાઓને કાપીને નવા નેતા ભરત સુતરિયાને ટિકીટ આપી છે, અમરેલી બેઠક પર પૂર્વ જિલ્લા પ્રમુખ ડો. ભરત કાનાબારને પણ પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યા હતા. અમરેલીમાં આ વિરોધ છેલ્લા 3 થી 4 દિવસથી ચાલી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ડો. ભરત કાનાબાર અમરેલી જિલ્લાના ભાજપના નેતા છે. તેઓ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે. ટ્વીટર પર તેમને ખુદ પ્રધાનમંત્રી મોદી પણ ફોલો કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button