Gujarat by election: વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા, જાણો કોને મળી ટિકિટ
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી(BJP)એ આજે મંગળવારે ગુજરાત, કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સાથે સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરી કરવામાં આવી હતી.
ભાજપે ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી માટે પાંચ ઉમેદવારોની જાહેરાત કરી હતી. આ યાદીમાં વિજાપુરથી ચતુરસિંહ જવાનજી ચાવડા, પોરબંદરથી અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા, માણાવદરથી અરવિંદભાઈ જીણાભા લાડાણી, ખંભાતથી ચિરાગકુમાર અરવિંદભાઈ પટેલ, અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ રણુભાને ટીકીટ આપવામાં આવી છે.
આપણ વાંચો: ભાજપે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી…
અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ નેતાઓએ હાલમાં કોંગ્રેસ છોડીને ભાજપ જોડાયા હતા.
આ તમામ બેઠકો પર આગામી લોકસભાની ચૂંટણી સાથે જ વિધાનસભા પેટા ચૂંટણી યોજવામાં આવશે. જયારે ખાલી પડેલી વિસાવદર વિધાનસભા માંટે અત્યાર સુધી ચૂંટણી પંચ દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
ચૂંટણી પંચે જાહેર કરેલા શેડ્યુલ મુજબ ગુજરાતમાં 7મી મેના રોજ મત દાન યોજાશે.