આપણું ગુજરાત

અનંત અંબાણી ગુજરાતના આ ખ્યાતનામ તીર્થધામમાં 5 વર્ષ સુધી તિથી ભોજન કરાવશે

અંબાજીઃ અનંત અંબાણી ગુજરાતના ખ્યાતનામ તીર્થધામ અંબાજીમાં 5 વર્ષ સુધી તિથી ભોજન કરાવશે. આ અંગેની જાહેરાત રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા એક્સ પર કરી હતી.

પરિમલ નથવાણીએ પોસ્ટ કરીને લખ્યું, તેમણે પોતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટરને અનંત અંબાણીનો સ્પોન્સરશિપ માટેનો સત્તાવાર પત્ર સોંપ્યો છે. આ પગલાને ગુજરાતના સૌથી આદરણીય તીર્થધામોમાંના એક એવા અંબાજી ખાતે ધાર્મિક અને સામુદાયિક સેવા તરફના મહત્વપૂર્ણ યોગદાન તરીકે જોવામાં આવે છે.

આ વિકાસ અંગે પોતાની ખુશી વ્યક્ત કરતા નથવાણીએ અનંત અંબાણીની ભક્તિ અને સામાજિક સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાના વખાણ કર્યા હતા. તેમણે અનંતને ભારતીય આધ્યાત્મિક મૂલ્યોમાં ઊંડાણપૂર્વક જોડાયેલા એક દયાળુ વ્યક્તિ તરીકે વર્ણવ્યા હતા. નથવાણીએ કહ્યું કે, અનંતનું હૃદય હંમેશા સાચી ભક્તિ અને નિઃસ્વાર્થ સેવાના લયમાં ધબકતું રહ્યું છે. એક પરિવારના સભ્ય તરીકે, મેં તેને એક એવા દયાળુ આત્મા તરીકે જોયો છે જે ભક્તિ અને સેવાના સારને જીવે છે.

શું છે તિથી ભોજન

તિથી ભોજન એ ઘણા મંદિરોમાં એક પરંપરાગત પ્રથા છે. જ્યાં શ્રદ્ધાળુઓ ચેરિટી અને ભક્તિના ભાગરૂપે ચોક્કસ તારીખો પર યાત્રાળુઓ અને મુલાકાતીઓ માટે મફત ભોજન સ્પોન્સર કરે છે. અનંત અંબાણીની આ સ્પોન્સરશિપ અંબાજી મંદિરમાં આ ધાર્મિક પરંપરા આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button