આપણું ગુજરાત

ચાર મુખ્યપ્રધાન સાથે કાર્ય કરનાર અધિકારીની CMOમાંથી વિદાય…..

ગાંધીનગર: ગુજરાતમાં CMOમાંથી સીએમ બદલાઈ ગયા પરંતુ સતત બે દાયકા સુધી સતત ફરજ બજાવનારા અધિકારી કે. કૈલાસનાથનને (K.kailasanathan)વિદાય આપવામાં આવી છે. આવતીકાલે 30 જૂનના રોજ કે. કૈલાશનાથનનો એક્સટેન્શન અને 6 મહિનાનો કાર્યકાળ પૂર્ણ થાય છે, આથી તેમની સેવા નિવૃતિના એક દિવસ પહેલા જ વિદાય સન્માન આપવામાં આવ્યું હતું.

કે. કૈલાશનાથને ગુજરાત સીએમઓમાં લગભગ બે દાયકા વિતાવ્યા છે. તેઓ વર્ષ 2013 માં વયમર્યાદાના કારણે નિવૃત થયા હતા. પરંતુ ત્યારથી લઈને આજ સુધી તેમને કરાર આધારિત એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. વયમર્યાદાના કારણે નિવૃત થયા બાદ લગભગ સતત 11 વર્ષ સુધી તેમણે ગુજરાતમાં વહીવટી સેવાઓ આપી હતી. હાલ તેઓ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવની ફરજો બજાવી રહ્યા છે.

આ પણ વાંચો: એક જ દિવસમાં CMO MAHARASHRAની વોટ્સએપ ચેનલને આટલા લોકોએ કર્યું ફોલો…

કે. કૈલાશનાથને ગુજરાતના ચાર મુખ્યપ્રધાનો સાથે કામ કર્યું છે. તેમણે નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ સાથે કાર્ય કરી ચૂક્યા છે. તેઓ 2009ના વર્ષથી લઈને અત્યાર સુધી મુખ્યપ્રધાનના અગ્રસચિવના પદે રહ્યા છે. તેની સાથે જ કૈલાશનાથન ઇતિહાસમાં સૌથી વધુ એક્સટેન્શન મેળવનાર અધિકારી છે, તેમને સતત 11 વખત એક્સટેન્શન મળ્યું છે.

કે. કૈલાશનાથન 1979 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી હતા. 2009 ના વર્ષથી તેઓ CMOમાં ફરજ બજાવી રહ્યા છે. તેમને ખૂબ જ પાવરફૂલ અધિકારી ગણવામાં આવે અને આથી નિવૃતિના સતત દસ વર્ષ સુધી સરકારે તેમની નિયુક્તિમાં વધારો કર્યો હતો. તેઓ નરેન્દ્ર મોદીના ખૂબ જ નજીક ગણવામાં આવે છે. ગુજરાતમાં સતત ચાર મુખ્યમંત્રીઓ બદલાઈ ગયા હોવા છતાં મુખ્યમંત્રી અગ્ર સચિવના પદે તેઓ યથાવત રહ્યા હતા.

જો કે હવે તેમને શું નવી ફરજો સોંપવામાં આવે છે તે બાબત ચર્ચાનો વિષય બન્યો છે. હાલ તો તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશ્વાસુ હોવાના લીધે જમ્મુ કાશ્મીરમાં લેફટન્ટ ગવર્નરનું પદ સોંપાય તેવું પણ મનાઈ રહ્યું છે, અથવા તો કોઈ રાજ્યના રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો