મહારાષ્ટ્ર

એક જ દિવસમાં CMO MAHARASHRAની વોટ્સએપ ચેનલને આટલા લોકોએ કર્યું ફોલો…

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની વોટ્સએપ ચેનલને એક જ દિવસમાં હજારો લોકોએ ફોલો કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર એક નવું અપડેટ આવ્યું છે અને ટેલિગ્રામની જેમ જ અહીં પણ ફેમસ વ્યક્તિઓની ચેનલ શરૂ કરવામાં આવી છે. એટલે લોકો નંબર વગર એકબીજા સાથે કનેક્ટ થઈ શકશે.

આ લોકપ્રિય મેસેજિંગ એપ પર 19મી સપ્ટેમ્બરના નવું ફિચર લોન્ચ કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થીના દિવસે મહારાષ્ટ્રના CMO MAHARASHRAની ચેનલ પર એક જ દિવસમાં ચાલીસ હજારથી વધુ ફોલોવર્સ થઈ ગયા હોવાની માહિતી સીએમઓ ઓફિસ દ્વારા બુધવારે આપવામાં આવી હતી.

સીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર CMO MAHARASHRA વોટ્સએપ ચેનલ એ વેરિફાઈડ એકાઉન્ટ છે. આ ચેનલ પર નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની માહિતી મળશે.

એટલું જ નહીં પણ નાગરિકો સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો, સ્કીમ્સ વગેરેની માહિતી એક જ સેકન્ડમાં તેમના ફોન પર સીધી મળી જશે, એવું સીએમઓ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું. આ ચેનલ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને નાગરિકો સાથે સરળતાથી કનેક્ટ થવાની તક પૂરી પાડશે, એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button