આપણું ગુજરાત

Ahmedabad Airport પર જોવા મળ્યું શંકસ્પદ Drone, સુરક્ષાને લઈને ગંભીર સવાલ, તપાસ કરી તો…

અમદાવાદ: અમદાવાદ એરપોર્ટમાં એરસ્ટ્રીપ નજીક એક શંકાસ્પદ ડ્રોન મળી આવ્યું હતું. જેને લઈને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. એરસ્ટ્રીપ નજીકથી ડ્રોનનું મળવું એ સુરક્ષામાં ગંભીર બેદરકારી કહેવાય છે. જેને લઈને એરપોર્ટ અને તેના આસપાસના વિસ્તારોમાં સુરક્ષાને લઈને મોટો સવાલ ઊભો થયો છે. આ ગંભીર ઘટનાને લઈને તપાસ એજન્સીઓએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

જો કે જે શંકાસ્પદ ડ્રોન કબ્જે કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં તેમાં કોઈ ગંભીર કે ચિંતાજનક વસ્તુઓ જોવા મળી ન હતી. રમકડાંનું આ ડ્રોન સુરક્ષા એજન્સીઓ દ્વારા કબ્જે કરવામાં આવ્યું છે અને આ બાબતે CISF અને પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી દીધી છે.

આ રમકડાંનું ડ્રોન ક્યાથી આવ્યું, એરપોર્ટ કેમ્પસમાં કઈ રીતે પહોંચ્યું, તેના મૂળ માલિક સહિતના સવાલોને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ મામલે CCTV ફૂટેજ પણ બારીકીથી જોવામાં આવી રહ્યા છે. જો કે આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓને ભારે દોડધામ કરવી મૂકી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme