કૃષિ યુનિવર્સિટીની જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક? ઉમેદવારોનો આક્ષેપ

અમદાવાદઃ ગુજરાતમાં પેપર ફૂટવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જુનિયર ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષા લેવામાં આવી હતી. તેમાં પેપર ફૂટી ગયુ હોવાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે. પરીક્ષા દરમિયાન પેપર ખુલ્લા હતા અને ઓએમઆર સીટ પર મોડી આપવામાં આવી હોવાના આક્ષેપો સાથે ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો.
જેથી પોલીસ પણ આવી પહોંચી હતી. ઉમેદવાદો કહી રહ્યાં છે કે, આ પેપર ફૂટી ગયું છે. જો કે, યુનિવર્સિટી દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
અમદાવાદ સ્થિત પરીક્ષા સેન્ટરમાં હોબાળો
ગુજરાતમાં આવેલ આણંદ, જૂનાગઢ, નવસારી અને સરદાર કૃષિ યુનિવર્સિટી- દાહોદ દ્વારા આજે જુનિયર ક્લાર્ક માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, કૃષિ યુનિવર્સિટી માટે લેવાતી આ જુનિયર કલાર્કની પરીક્ષામાં અમદાવાદ સ્થિત પરીક્ષા સેન્ટરમાં હોબાળો થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ઉમેદવારો આક્ષેપ લાગાવી રહ્યાં છે કે, આ પેપર લીક થઈ ગયું છે. પેપર લીક થયાના સાથા પરીક્ષાના નિયમોને પણ ભંગ કરવામાં આવ્યો હોવાનો ઉમેદવારોએ આક્ષેપો લગાવ્યા છે.
પરીક્ષકો અમારી સામે ખુલ્લા પેપર લઈને ફરી રહ્યાં હતાઃ ઉમેદવાર
વિગતે વાત કરવામાં આવે તો, લિટલ બર્ડ સ્કૂલ (પારસનગર)માં ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતાં. ઉમેદવારો કહી રહ્યાં છે કે, સવા બે વાગ્યા સુધીમાં પણ તેમને પેપર નહોતું મળ્યું, જે નિયમ પ્રમાણે 2 વાગે તેમને મળી જવું જોઈએ. એટલું જ નહીં પરંતુ પરીક્ષકો ખુલ્લા પેપરો લઈને અમારી સામે ફરી રહ્યાં હતાં.
પેપરનું બંચ અમારી સામે ખોલવામાં આવ્યું નથી. જો ખરેખર વાસ્તવમાં પેપર લીક થયું હોય તો દુઃખની વાત છે. કારણે કે, લાખો ઉમેદવારો નોકરીના આશા સાથે તૈયારી કરતા હોય છે. જેથી તેમને સાથે આ મોટો અન્યાય છે. હવે જોવાનું એ રહે છે કે, આ મામલે તંત્ર દ્વારા અને સરકાર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે.