ધોળા દિવસે લો ગાર્ડન પાસે આંગડિયા કર્મચારી સાથે ફિલ્મી ઢબે 65 લાખની મચાવી લૂંટ
અમદાવાદ: માણસોથી ધમધમતા રહેતા લો ગાર્ડ નજીકથી ધોળા દીવસે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ફિલ્મી ઢબે રૂપિયા 65 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે. આંગડિયા પેઢીનો એક કર્મચારી ઓટોરિક્ષામાં પસાર થઈ રહ્યો હતો ત્યારે મરચાંની ભૂકી છાંટીને ધોળે દિવસે લૂંટી લીધો હતો.
બે શખ્સોએ આંગડિયા પેઢીના કર્મચારીઓની આંખમાં મરચાંની ભૂંકી છાટીને તેમની પાસેથી પૈસા ભરેલ થેલો ઝૂંટવવા પ્રયત્નો કર્યા હતા પણ તેમ છતા આંગડિયા પેઢીના કર્મચારીએ માત ન આપતા ફાયરિંગ કર્યું હોવાની પણ વિગતો મળી રહી છે.
આ પણ વાંચો: Robbery: Nashikમાં થઈ Money Heist Styleવાળી…
હાલ પ્રાપ્ત થતી વિગતો અનુસાર અમદાવાદના એલિસબ્રિજ જિમખાના પાસે આંગડિયા પેઢીનો કર્મચારી 65 લાખ રૂપિયાની રોકડ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે લૂંટારુઓએ ઓટોરિક્ષામાં જઈને આંગડિયા પેઢીના કર્મચારીની આંખોમાં મરચાંની ભૂકી નાખીને પૈસા ભરેલો થેલો લઈને લૂંટ મચાવીને નાસી છૂટયા હતા. આંગડિયા પેઢીના કર્મચારીના જણાવ્યા મુજબ લૂંટારુ પાસે એરગન હોવાનું પણ જાણવા મળેલ છે.
મળતી માહિતી અનુસાર આંગડિયા પેઢીનો કર્મચારી જમાલપૂર APMC માર્કેટથી 65 લાખ રૂપિયાની રોકડ લઈને નીકળ્યા હતા, ત્યારે જલારામ મંદિરથી આગળ પહોંચ્યા ત્યાં એક બાઇક સવાર બે લોકોએ છરી અને એરગન લઈને પહોંચ્યા હતા. તેમણે મરચાંની ભૂકી પણ ફેંકી હતી. બંને કર્મચારીને હાલ હોસ્પિટલમાં દાખલ કરવાંઆ આવ્યા છે. જો કે હાલ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.