ગાંધીનગર

IPS હસમુખ પટેલને GPSCનાં ચેરમેનની જવાબદારી

ગાંધીનગર: ઈમાનદાર અને પારદર્શક ભરતી માટે ઓળખાતા IPS અને વરિષ્ઠ સરકારી અધિકારી હસમુખ પટેલને (Hasmukh Patel) ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગના (GPSC) ચેરમેન બનાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે રાજ્યના પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના નવા ચેરમેન નિયુક્ત કર્યા છે.

ગુજરત સરકાર દ્વારા GPSCના ચેરમેન તરીકે IPS હસમુખ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ભારતના બંધારણની કલમ 316ની પેટા કલમ (1) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને સરકારે IPS હસમુખ પટેલને ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગરના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરી છે.

GPSCના ભૂતપૂર્વ ચેરમેન દિનેશ દાસાની નિવૃત્તિ બાદ નલીન ઉપાધ્યાયને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ આ મહિનાના અંતમાં નિવૃત્ત થવાના હોય સરકારે આ જવાબદારી પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલને સોંપી છે.

આપણ વાંચો: ક્રેડિટ સોસાયટી સંબંધિત કૌભાંડઃ મહારાષ્ટ્રમાં IPS ભાગ્યશ્રી નવટકે વિરુદ્ધ FIR

હસમુખ પટેલ વર્ષ 1993 બેચના આઈપીએસ અધિકારી છે, તેઓ મૂળ બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢના વતની છે. ત્રીજા પ્રયાસમાં ઈન્ડિયન એકાઉન્ટ સર્વિસ અને ચોથા પ્રયત્નમાં ઈન્ડિયન પોલીસ સર્વિસ પસંદ કરી હતી. તેઓ SP તરીકે સુરત, પોરબંદર, વલસાડ, ભાવનગર રેલવેમાં ફરજ બજાવી ચૂક્યા છે.

DIG IGP તરીકે સુરત રેન્જ, ગાંધીનગર રેન્જ, એન્ટી કરપ્શન બ્યુરો, પ્લાનિંગ એન્ડ મોડર્નાઈજેશન તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલમાં અને વર્ષ 2018થી ADGP હસમુખ પટેલ ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

Back to top button
દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker