ગાઝામાં ઇઝરાયલના હુમલાઓ યથાવત: મહિલાઓ અને બાળકો સહિત 88નાં મોત
દીર અલ-બલાહ (ગાઝા પટ્ટી): ઉત્તરી ગાઝા પટ્ટીમાં મંગળવારે ઇઝરાયલના બે હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 88 લોકો માર્યા ગયા હતા, એમ સ્વાસ્થ્ય અધિકારીઓએ આ માહિતી આપી હતી.
હોસ્પિટલના ડિરેક્ટરે જણાવ્યું હતું કે સપ્તાહના અંતમાં ઇઝરાયલી દળો દ્વારા કરાયેલા દરોડા દરમિયાન ઘણા ડોકટરોની અટકાયત કરવામાં આવ્યા બાદ જીવલેણ ઇજાઓથી પીડિત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી નથી.
ઈઝરાયલે તાજેતરના અઠવાડિયામાં ઉત્તરી ગાઝામાં હવાઈ હુમલામાં વધારો કર્યો અને એક મોટું ગ્રાઉન્ડ અભિયાન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે આ હમાસના આતંકવાદીઓને ખતમ કરવા માટે છે જેઓ એક વર્ષથી વધુના યુદ્ધ પછી ફરી એકઠા થયા હતા.
આપણ વાંચો: ઇઝરાયલે લેબનાન પર ફરી હુમલો કર્યો, રોકેટમારામાં 12 થી વધુ લોકોના મોત
ભીષણ લડાઈએ ઉત્તર ગાઝામાં હજારો પેલેસ્ટિનિયનો માટે બગડતી માનવતાવાદી પરિસ્થિતિ અંગે ચિંતા ઊભી કરી છે. જ્યારે ઇઝરાયેલની સંસદે બે બિલ પસાર કર્યા હતા ત્યારે ગાઝા સુધી પૂરતી સહાય ન મળવા અંગેની ચિંતા વધી હતી.
આ બિલ પેલેસ્ટિનિયન શરણાર્થીઓ સંબંધિત સંયુક્ત રાષ્ટ્ર એજન્સીને ગાઝામાં સહાય પહોંચાડવાથી રોકી શકે છે.
ઝરાયલનું ગાઝા અને કબજે કરેલ વેસ્ટ બેન્ક બંન્ને પર નિયંત્રણ છે અને તે અસ્પષ્ટ છે કે એજન્સી ત્યાં કેવી રીતે કાર્ય કરશે.
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયની ઈમરજન્સી સર્વિસે જણાવ્યું કે ઉત્તરી ગાઝા શહેર બેત લાહિયામાં મંગળવારે બે હુમલા થયા હતા. પ્રથમ હુમલામાં પાંચ માળની ઇમારતને નિશાન બનાવવામાં આવી હતી, જેમાં ઓછામાં ઓછા 70 લોકો માર્યા ગયા હતા અને 23 ગુમ થયા હતા.
મંત્રાલયે જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકોમાં અડધાથી વધુ મહિલાઓ અને બાળકો હતા, સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજે બેટ લાહિયામાં બીજા હુમલામાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા હતા.