મરણ નોંધ

હિન્દુ મરણ

કપોળ
ડુંગરવાળા હાલ કટક સ્વ. વૃજલાલ પ્રભુદાસ ગાંધીના ધર્મપત્ની ગં. સ્વ ઇન્દુમતીબેન (ઉં. વ. ૯૪) તે શૈલેષભાઇ તથા દક્ષાબેનના માતુશ્રી. કુસમ તથા સ્વ.નરેન્દ્રકુમાર રમણીકલાલ મહેતાના સાસુ. પિયરપક્ષે જાફરાબાદવાળા સ્વ.વૃજલાલ કલ્યાણજી ગોરડીયાના દીકરી. દ્વારકાદાસ ગોરડીયાના બહેન. તા.૨૪/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે.
સોરઠીયા બ્રમ્હક્ષત્રિય
ભાવનગરવાળા હાલ મલાડ રમણીકલાલ જેરામદાસ મેર (ઉં. વ. ૮૭) તે તા.૨૬/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.શારદાબેનના પતિ. હિતેશ, કામિની બોસમીયાના પિતા. કિરણ તથા કૌશિકકુમાર મનસુખલાલ બોસમીયાના સસરા. સ્વ.ખોડીદાસભાઈ, સ્વ.ધીરજભાઈ, રમેશભાઈ, નીતિનભાઈ, હીરાબેન ભાઈલાલભાઈ પડિયાં, નિર્મળાબેન ગીરધરલાલ જોગીના ભાઈ. સ્વ.બાબુભાઇ પરસોતમભાઈ સિંઘવડના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૨૮/૪/૨૪ના ૪ થી ૬. પંચનાથ મહાદેવ મંદિર, એસ. વી. રોડ, મલાડ વેસ્ટ.
શ્રી દશા સોરઠીયા વણિક સમાજ
બીલખા નિવાસી, હાલ કાંદીવલી સ્વ. સતીષભાઈ વૃંદાવન વસ્તાણી (ઉં. વ. ૬૬) તે આશાબેનના પતિ. તે સ્વ. કુસુમબેન વૃંદાવન વસ્તાણીના પુત્ર. તે સુભાષભાઈ તથા ભારતીબેન જયેશભાઈ શાહના ભાઈ. તે માનસી, જ્યોતિના પિતાશ્રી તે સ્વ. કાંતિભાઈ, પ્રવીણભાઈ, મુળચંદભાઈ, મહેન્દ્રભાઈ મોહનલાલ ગાદોયા, ગં. સ્વ. હંસાબેન ધીરજલાલ લોટીયા, ગં. સ્વ. ક્રિષ્નાબેન બિપીનભાઈ પારેખના બનેવી તે ગુરૂવાર, તા. ૨૫/૦૪/૨૪ના શ્રીજીચરણ પામેલ છે.સાદડી તથા લૌકિક પ્રથા બંધ છે.
દશા સોરઠીયા વણિક
રાજકોટ નિવાસી, હાલ બોરીવલી (મુંબઈ), સ્વ. ચંપાબેન કાનજીભાઈ ભુપતાણીના સુપુત્ર શશીકાંતભાઈ (ઉં. વ. ૭૬) તા. ૨૫/૦૪/૨૪ ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે શશીકલાબેનના પતિ. સ્વ. કસુંબાબેન ન્યાલચંદભાઈ સાંગાણીના જમાઈ. વંશિતા, મનીષ, આરતીના પિતા. સંદીપકુમાર જનાણી, હેતલબેન, સમીરકુમાર ધાબલીયાના સસરા. સાદડી અને લૌકિક વ્યવહાર બંધ છે.
બાલાસિનોર દશા નીમા વણિક
હાલ મુંબઈના રહેવાસી સ્વ. રસિકલાલ મોદીના ધર્મપત્ની ભારતીબેન (ઉં. વ. ૮૫) તે ૨૭/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ચંદનબેન ચીમનલાલ મોદી (ઠાસરાવાળા) ના પુત્રવધૂ. સ્વ. પુષ્પાબેન નટવરલાલ દેસાઈના દીકરી. તુષાર, નિમિષ તથા મનીષાના માતુશ્રી. દીપ્તિ, શિલ્પા તથા રમેશભાઈ ના સાસુ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ૫, લક્ષ્મીમહલ, પહેલે માળે, બમનજી પેટીડ રોડ, પારસી જનરલ હોસ્પિટલ ની બાજુમાં મું-૩૬.
દશા સોરઠિયા વણિક
બાબરા નિવાસી હાલ ડોંબિવલી નવીનચંદ્ર મલકાણ (ઉં. વ. ૭૯) શુક્રવાર, ૨૬-૪-૨૪ના સ્વર્ગવાસ પામ્યા છે. તે સ્વ. ચંપાબેન વ્રજલાલ મલકાણના સુપુત્ર. નિર્મલાબેન મલકાણના પતિ. સોનલ ભદ્રેશકુમાર મહેતા, રૂપલ જીતેન્દ્ર રાજકોટિયા, નિમીષા સંજય મહેતાના પિતા. વસુબેન ધીરજભાઈ ઝવેરીના જમાઈ. સ્વ. દ્વારકાદાસ, સ્વ. કલાબેન, ગં.સ્વ. પુષ્પાબેન, અ.સૌ. ચંદ્રિકાબેનના ભાઈ. અવની, જીનલ, કેની, હેતવી, ધ્રુમી, પરીના નાના. સાદડી પ્રથા બંધ છે. લૌકિક ક્રિયા બંધ છે.
વૈષ્ણવ વણિક
બનારસ નિવાસી હાલ મુંબઇ સ્વ. રાજેશભાઇ મહેન્દ્રભાઇ નાગર, (ઉં. વ. ૬૬) શુક્રવાર તા. ૨૬-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. ધર્મપત્ની: પ્રવિણાબેન. માતુશ્રી-ગંગાબેન, પિતાશ્રી: સ્વ. મહેન્દ્રભાઇ, ભાઇ-સંજયભાઇ, બેન: સ્વ. અલકાબેન. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૮-૪-૨૪ સાંજે ૫થી ૬. ઠે. દોસ્તી ઇ લાઇટ કોમ્યુનિટી હોલ, સાયન ટેલીફોન એકસચેન્જની પાસે, સાયન, મુંબઇ.
કપોળ
મહુવાવાળા હાલ કાંદિવલી સ્વ. કાંતાબેન અનંતરાય ગીરધરલાલ પારેખના સુપુત્ર મહેશના ધર્મપત્ની. અ. સૌ. નયના (નિર્મળા) (ઉં. વ. ૭૪) તા. ૨૬-૪-૨૪ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે તેજલ રૂપેશ, ઝંખના હિરેન, હેતલ બંકીમના માતુશ્રી. તે ચાંદગઢવાળા સ્વ. દ્વારકાદાસ ઠાકરશી પારેખના સુપુત્રી. તે ગં. સ્વ. સુશીલા કાંતિલાલ, સ્વ. હંસા પ્રતાપરાય, જયશ્રી પ્રફુલભાઇ, પારૂલ યોગેશ, નીતા ભરત, સ્વ. પ્રિતી સુભાષના ભાભી. સ્વ. દ્વારકાદાસ નારાણદાસ કરવતના ભાણેજ. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૮-૪-૨૪ના ૫થી ૭. ઠે. સનરાઇઝ પાર્ટી હોલ, ગ્રાઉન્ડ ફલોર, આંનદીબાઇ કાલે કોલેજની સામે, સાઇબાબા નગર, બોરીવલી (વેસ્ટ), લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
ગં. સ્વ. સરલાબેન અને સ્વ. ચંદ્રકાંત ગોવિંદજી પરબીયા (ઠક્કર)ના જયેષ્ઠ પુત્ર અશ્ર્વીન (ઉં.વ. ૬૮) કચ્છ ગામ અંજાર હાલ મુંબઇ તે ઉષાબેનના પતિ. રોહનના પિતા. આંચલના સસરા. હેમંત, મીતા, જીતુભાઇ ચંદનના ભાઇ. લક્ષ્મીબેન તથા દ્વારકાદાસ કરસનદાસ રૂપારેલના જમાઇ. તા. ૨૭-૪-૨૪ શનિવારે રામશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા તા. ૨૮-૪-૨૪ના રવિવારે ૫થી ૬.૩૦. ઠે. અમુલખ અમીચંદ સ્કૂલ સમતાબાઇ સભાગૃહ, રફી અહમદ કીડવાઇ રોડ, માટુંગા.
કચ્છી લોહાણા
દિનેશભાઇ જેઠાનંદ રામદાસ ઠક્કર (ચકસોતા) (ઉં. વ. ૫૭) મૂળ વતન કચ્છ નારાયણ સરોવર હાલ મુલુંડ તે સ્વ. સુશીલાબેન જેઠાનંદના સુપુત્ર. ચંદ્રકાન્તભાઇ, સ્વ. સુરેશભાઇ, હસમુખભાઇના ભાઇ. સ્વ. રૂક્ષ્મણીબેન પુરુસોતમ દુવાખોંભડીયાના જમાઇ. સ્વ. કલ્પનાબેનના પતિ. હંસેરી, ધ્રુવિનના પિતા. પ્રશાંત દિનેશભાઇ દાવડાના સસરા. તા. ૨૪-૪-૨૪ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૮-૪-૨૪ના ૫.૩૦થી ૭. ઠે. વ્યક્તિ વિકાસ કેન્દ્ર, ડી-૨, પરમેશ્ર્વરી સેન્ટર, અચીજા હોટેલ પાસે, ઓફ મદન માલવીયા રોડ, મુલુંડ (વેસ્ટ), બૈરાઓએ તે જ દિવસે આવી જવું, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. શંકરલાલ માધવજી ડેડાના સુપુત્ર શૈલેષ (ઉં. વ. ૫૮) કચ્છ ગામ ભુજ હાલ થાણા તે શુક્રવાર, તા. ૨૬-૪-૨૪ના રામશરણ પામેલ છે. તે હીના (હર્ષા)ના પતિ. માનસના પિતાશ્રી. ગં. સ્વ. ભાવના રાજેન્દ્ર, હર્ષા સુરેશ, ગં. સ્વ. રેખા નરેન્દ્ર, જયોત્સના નિલેશના ભાઇ. ગામ દેશલપુર કંઠી, સ્વ. જયાબેન લાલજી કારિયાના નાના જમાઇ. લતા મહેન્દ્ર, સ્મિતા રાજેશ, જિતેન્દ્ર કારિયા, અરૂણા ગોવિંદજી રૂપારેલના બનેવી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૮-૪-૨૪, ૫.૩૦થી૭. ઠે. મિની ભાગીરથી હોલ, પુરુષોતમ ખેરાજ ઇસ્ટેટ, ગોપુરમ, જ્ઞાનસરિતા સ્કૂલની પાસે, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup!