મુસ્લિમ અભિનેતાની પત્નીનો હિન્દુ વિધિ મુજબ થયો અંતિમસંસ્કાર: જાણો ખાસ કારણ

મુંબઈ: બોલિવૂડના પીઢ અભિનેતા અને ફિલ્મ નિર્માતા સંજય ખાનના પત્ની અને અભિનેતા ઝાયેદ ખાન તથા સુઝાન ખાનના માતા ઝરીન ખાનનું 7 નવેમ્બર, 2025ના રોજ અવસાન થયું હતું. આજે, એટલે કે 8 નવેમ્બરના રોજ જુહુ સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પુત્ર ઝાયેદ ખાને હિંદુ ધાર્મિક વિધિઓ કરી અને આંસુઓ સાથે માતાની ચિતાને અગ્નિદાહ આપ્યો હતો. સંજય ખાન અને સુઝાન ખાન સહિત પરિવારના અન્ય સભ્યો આ સમયે હાજર હતા. ત્યારે ઝરીન ખાનનો હિંદુ ધાર્મિક વિધિ મુજબ કેમ કરવામાં આવ્યો, આવો જાણીએ.
હિન્દુ વિધિ મુજબ અંતિમ સંસ્કારનું કારણ
સંજય ખાન સાથે લગ્ન પહેલાં ઝરીન ખાનનું નામ ઝરીન કત્રક હતું અને તે હિન્દુ પારસી સમુદાયમાંથી આવતા હતા. લગ્ન પછી પણ તેમણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો ન હતો અને તેમણે પોતાના જન્મ ધર્મનું પાલન ચાલુ રાખ્યું હતું. ઝરીન ખાનની એવી અંતિમ ઇચ્છા હતી કે તેમનો અગ્નિસંસ્કાર તેમના પોતાના ધર્મ અનુસાર કરવામાં આવે. તેમના પરિવારે આ ઇચ્છાનો આદર કર્યો હતો.
Zarine khan was wife of 80s popular actor Sanjay Khan, recently she died her last rites were performed as per Hindu traditions by her son. India was created around an impossible dream- SO FAR, SO GOOD. pic.twitter.com/N6JBvf7GnB
— Sanjay Kumar (@SanjayK98384217) November 8, 2025
સંજય ખાન અને ઝરીન ખાને તેમના ઘરમાં બંને ધર્મોનું સન્માન કરતા સુમેળભર્યું જીવન જીવ્યું અને તેમના બાળકોને મિશ્ર સંસ્કૃતિમાં ઉછેર્યા. હિન્દુ વિધિ અનુસાર અંતિમ સંસ્કાર કરવાનો આ નિર્ણય પુત્ર ઝાયેદ ખાન દ્વારા માતાની અંતિમ ઇચ્છાનો આદર કરવાની રીત હતી. ઝરીન ખાનની ઇચ્છાનું માન રાખીને તેમનો અંતિમ સંસ્કાર હિન્દુ વિધિ અનુસાર કરવામાં આવી હતી.
અંતિમસંસ્કારમાં બોલિવૂડ હસ્તીઓએ આપી હાજરી
ઉલ્લેખનીય છે કે, ઝરીન ખાનને અંતિમ વિદાય આપવા માટે બોલિવૂડના ઘણા મિત્રો અને ઉદ્યોગના સાથીદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમાં મુખ્યત્વે ઋતિક રોશન, સબા આઝાદ, કાજોલ, રાની મુખર્જી, જેકી શ્રોફ અને બોબી દેઓલનો સમાવેશ થાય છે.



