મનોરંજન

પહેલો કોન્સર્ટ માત્ર પાંચ રૂપિયામાં પણ પછી આટલી સંપત્તિ બનાવી ઉસ્તાદે

સંગીતજગતને અલવિદા કહી તબલાવાદક ઝાકીર હુસૈન 73 વર્ષની ઉંમરે ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા. સાન ફ્રાન્સિસ્કોમાં બીમારી બાદ તેમણે અંતિ શ્વાસ લીધાં. ઘણો સંઘર્ષ વેઠી આ શિખરે પહોંચેલા ઝાકીર હુસૈન પોતાની પાછળ સારી એવી સંપત્તિ છોડી ગયા છે.

મીડિયા રિપોર્ટ્સની માનીએ તો ઝાકીર હુસૈન પાસે ગાડી, બંગલો સહિત રૂ. 80થી 85 કરોડની સંપત્તિ હતી, જે હવે તેમના પરિવારને મળશે. પણ આ 80 કરોડ સુધી પોહંચવાની તેમની સફર ઘણી લાંબી અને વેદનાદાયક પણ રહી.

ઝાકીર હુસૈન સંગીત ઘરાનામાંથી આવ્યા હોવા છતાં તેમણે કામ મેળવવા સંઘર્ષ કર્યો. તેમણે તબલાવાદક તરીકે પોતાનું પહેલું પર્ફોમન્સ માત્ર પાંચ રૂપિયા માટે કર્યુ હતું. તેમનું પહેલું ઓફિશિયલ પર્ફોમન્સ અમેરિકા ખાતે હતું અને માત્ર 11 વર્ષની ઉંમરે તેમને આ કામ મળ્યું હતું.

આપણ વાંચો: ઝાકીર હુસૈનની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ થઈ, પ્રકૃતિમાં પણ સાંભળ્યા સંગીતના સૂર

ત્યારબાદ તેઓ એક શહેરથી બીજા શહેર તબલા વગાડવા જતા. કન્ફર્મ ટ્રેન ટિકિટ ન મળે તો ટ્રેનમાં નીચે છાપું પાથરીને પણ તેઓ બેસી જતા અને તબલાને હંમેશાં પોતાના ખોળામાં રાખતા.

1973માં તેમનું પહેલું આલ્બમ રિલિઝ થયું. સંઘર્ષકાળમાંથી બહાર નીકળ્યા બાદ તેમણે તબલાવાદન અને ભારતીય શાસ્ત્રીય સંગીતનું દુનિયાભરમાં ઘેલું લગાડ્યું અને એક કોન્સર્ટના તેઓ 10થી 12 લાખ પણ લેતા થયા.

આ સાથે તાજ મહેલ ચા સહિતની બ્રાન્ડના એમ્બેસેડર બન્યા, ફિલ્મોમાં સંગીત આપ્યું અને આ રીતે નામ અને દામ કમાયા.
તેઓ સંગીતની જે અનમોલ વિરાસત આપણી માટે છોડી ગયા છે, તેનું તો કોઈ મોલ નથી અને તે આખા વિશ્વ માટે છે.

ઝાકીર હુસૈનની ઉદય બાદ ઘણા માતા-પિતા તબલાવાદનને કરિયર સમજવા લાગ્યા અને તબલાવાદકોને પણ માન સન્માન મળતા થયા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button