લો બોલો! લગ્ન પછી પણ બધાની સામે સોનાક્ષી સિંહાનો હાથ પકડતા ડરે છે ઝહીર ઈકબાલ…

ઝહીર ખાન અને સોનાક્ષી સિન્હાએ 7 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ જૂનમાં લગ્ન કર્યા હતા. જ્યારે બંને રિલેશનશિપમાં હતા ત્યારે તેમણે દુનિયાથી પોતાનો પ્રેમ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. ઝહીરે હવે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે હજુ પણ ભૂલી જાય છે કે તે બંને પરિણીત છે અને પહેલાની જેમ સાર્વજનિક સ્થળે હાથ પકડવામાં અચકાય છે.
ઝહીર ખાને જણાવ્યું હતું કે તેને હજુ પણ યાદ નથી રહેતું કે તેણે સોનાક્ષી સાથે લગ્ન કરી લીધા છે અને હવે તેણે ડરવાની કોઇ જરૂર નથી. તેણે જણાવ્યું હતું કે, ‘જ્યારે પણ હું જાહેરમાં જાઉં છું, ત્યારે હું ભૂલી જાઉં છું કે મેં સોનાક્ષી સાથે લગ્ન કર્યા છે. મને મનમાં એવું જ લાગે છે કે હું તેનો હાથ પકડી શકું નહીં.
હકીકતમાં અમે ઘણા લાંબા સમયથી રિલેશનશીપમાં હતા અને અમે અમારો સંબંધ લાંબા સમય સુધી છુપાવ્યો હતો, એને લીધે મને અમારું રિલેશન છુપાવવાની આદત જ પડી ગઇ હતી. જોકે, હવે હું પરણી ગયો છું અને મારે ડરવાનું કોઇ કારણ નથી તોય હજી હું ઘણી વાર ભૂલી જાઉં છું અને જાહેરમા સોનાક્ષીનો હાથ પકડતા પણ ખચકાઉં છું.
આપણ વાંચો: પતિ ઝહીર સાથે બાપ્પાની આરતી કરી સોનાક્ષી સિન્હાએ
જોકે, બંનેના રિલેશનશીપ પર સોનાક્ષીએ કહ્યું, ‘મને લાગે છે કે અમારી વચ્ચે કંઈ બદલાયું નથી. મને તો હજુ પણ એવું જ લાગે છે જેવું 7 વર્ષ પહેલાં અમે ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું ત્યારે લાગતું હતું.
ઝહીરે કહ્યું હતું કે , અમારી વચ્ચે હમેશા સ્પર્ધા રહે છે કે કોણ કોને વધારે પ્રેમ કરે છે. મને લાગે છે કે કોઈપણ દંપતી માટે આ શ્રેષ્ઠ વસ્તુ છે. સવારથી સાંજ સુધી તમે તમારી સામેની વ્યક્તિને સમજાવતા રહો કે તમે તેને વધુ પ્રેમ કરો છો અને તે તમને સમજાવ્યા કરે છે કે તે તમને વધારે પ્રેમ કરે છે.
સોનાક્ષીએ એમ પણ કહ્યું હતું કે ઝહીરને સરપ્રાઈઝ આપવાનું પસંદ છે. જોકે, ઝહીરે કહ્યું કે ત(સોનાક્ષી) જાહેર એવું કરે છે કે તે બધું જ જાણે છે પરંતુ હકીકતમાં તે સરપ્રાઇઝ જ હોય છે.