મનોરંજન

અદા શર્માની અદા જોઇને થઇ જશો હેરાન….

ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’થી ચર્ચામાં આવી ગયેલી અદાકારા અદા શર્માને આજે બધા ઓળખે છે. ધ કેરાલા સ્ટોરી’એ ટિકિટ બારી પર સારો બિઝનેસ કર્યો હતો. અદા શર્મા આ મહિને માર્ચમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’ માટે પણ ચર્ચામાં હતી, જોકે, તેની આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર ખાસ કંઇ દેખાવ કર્યો નહોતો, પણ અદાની નખરાળી અદા અને તેની બ્યુટીના ચર્ચા તો ચારેકોર છે.

‘ધ કેરાલા સ્ટોરી’ અને ‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’ જેવી ફિલ્મો કરીને અદાએ સાબિત કરી દીધું છે કે એ કોઇ પણ પાત્રમાં સહેલાઇથી ઢળી શકે છે. તેથી જ તેના ચાહકોની યાદી પણ લાંબી જ થતી જાય છે. એ ઉપરાંત તેની બ્યુટી અને સ્ટાઇલના પણ લાખો દિવાના છે. હાલમાં જ તેણે તેના કેટલાક સ્ટાયલિશ ફોટા શેર કર્યા છે, જે જોઇને તમે પણ મોંમા આંગળા નાખી જશો.

અદાએ જે લેટેસ્ટ તસવીરો શેર કરી છે, તેમાં તે આઇવરી રંગના લહેંગો પહેરીને ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે. લહેંગા પરની ફ્લોરલ ડિઝાઇન જાણે કે તેની કુબસૂરતીમાં ચાર ચાંદ ઉમેરે છે. અદાએ તેના લુક સાથેએક્સપરિમેન્ટ કર્યો છે. સામાન્ય રીતે હેવી જ્વેલરીમાં નજરે પડતી અદાએ આઇવરી લહેંગા સાથે મોંઘી જ્વેલરી નથી પહેરી . તેણે સોના, ચાંદી કે હીરાના દાગીના નહોતા પહેર્યા. બલ્કે તે કાંદા અને લસણથી બનેલી જ્વેલરી પહેરીને પોઝ આપતી જોવા મળે છે.

આ આ તસવીરો શેર કરતી વખતે અદાએ કેપ્શનમાં લખ્યું છે – ‘જ્વેલરી ઘરે ભૂલી ગઇ તેથી કાંદા લસણની જ્વેલરી પહેરી છે. આ પોસ્ટમાં વાસ્તવિક કાંદા કે લસણને કોઈ નુકસાન થયું નથી. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે અને ફેન્સ અદાની અદા પર ઓવારી ગયા છે અને જુદી જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

પ્રોફેશનલ ફ્રન્ટ પર અદા શર્મા તાજેતરમાં જ ‘સનફ્લાવર સીઝન 2’ અને ‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’માં જોવા મળી હતી, હાલમાં તે ‘ધ ગેમ ઓફ ચૅમેલિયન’ માટે ચર્ચામાં છે. હવે અદાના ચાહકો તેને ફરી એકવાર સ્ક્રીન પર જોવા માટે ઉત્સુક છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button