આ તે કેવી સફાઈ? ગોપી વહુને પણ ટક્કર મારે તેવી મહિલાનો વીડિયો જોઈ તમે ચોંકી જશો…

સોશિયલ મીડિયા એક એવી દુનિયા છે જ્યાં રોજ રોજ કઈક નવું નવું આવતું રહે છે. ઘણી વખત સામાન્યથી સામાન્ય વસ્તુ વાઈરલ થઈ જતી હોય છે, તો ઘણી વખત રોજિંદા જીવનમાં થતા કામનોની સરળ ઉપાય જોઈ લોકો દંગ રહી જતા હોય છે. ક્યારેક હસાવતા વિડિયો, ક્યારેક આશ્ચર્યજનક જુગાડ કે પછી બાળકોની મસ્તીભર્યા વીડિયો અહીં બધું જ વાયરલ થાઈ શકે છે. હાલમાં એક એવો વિડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જે જોઈને તમે પણ હસી પડશો અને આશ્ચર્યમાં પડી જશો. આવો.
આ વાયરલ વિડિયોમાં એક મહિલા ઘરની સફાઈ કરતી જોવા મળે છે, પરંતુ તેની સફાઈની રીત એટલી અનોખી છે કે દરેક વ્યક્તિ આશ્ચર્યમાં મૂકાઈ ગયું છે. મહિલાએ પલંગ પરનું બેડિંગ હટાવી દીધું અને આખો પલંગ પાણીથી ધોવાનું શરૂ કર્યું! હા, તમે બરાબર વાંચ્યું – પલંગને પાણીથી ધોવાનો આ વિડિયો જ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આવી રીતે સફાઈ કરતો વીડિયો કદાચ જ તમે અગાઉ જોયો હશે.
આ વિડિયો X પ્લેટફોર્મ પર વાઈયલ થઈ રહ્યો છે, જેની સાથે કેપ્શનમાં ‘ગોપી બહૂ’ લખવામાં આવ્યું છે. વિડિયોની આ અનોખી સફાઈ રીતે લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને તેના પર રમૂજી કોમેન્ટ્સનો મારો ચાલી રહ્યો છે. લોકોની પ્રતિક્રિયાઓએ આ વિડિયોને વધુ રસપ્રદ બનાવ્યો છે.
વિડિયો જોયા બાદ યુઝર્સે રમૂજી અને રસપ્રદ કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું, “અરે, આ તો લાકડું!” બીજાએ કહ્યું, “આ મહેનતું મહિલા છે.” તો કોઈએ મજાકમાં લખ્યું, “છત પર સૂકવશે, ચિંતા ન કરો!” અન્ય એક યુઝરે લખ્યું, “આ તો ગજબનું!” ઘણા લોકોએ હસવાના ઈમોજી સાથે પોતાની પ્રતિક્રિયા આપી. આ પ્રકારની કોમેન્ટ્સથી વિડિયોની લોકપ્રિયતા વધી રહી છે.
સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે જ્યાં નાનીથી નાની વાત પણ રાતોરાત વાયરલ થઈ શકે છે. આ વિડિયો એક સામાન્ય ઘરેલું કામને અનોખી રીતે રજૂ કરીને લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આવા વિડિયો ન માત્ર હસાવે છે, પરંતુ લોકોને એકબીજા સાથે જોડે છે. જો તમે હજુ આ વિડિયો નથી જોયો, તો X પર જઈને તેને જરૂર જુઓ અને લોકોની રમૂજી કોમેન્ટ્સનો આનંદ માણો!
આ પણ વાંચો…સોફામાં ધૂળ જામી ગઈ છે? દિવાળી પહેલા કેવી રીતે કરશો સફાઈ? આ ઘરેલુ ટિપ્સ કરાવશે પૈસાની બચત…