આ કોની સાથે સ્ટેજ પર થિરકતા જોવા મળ્યા મમતા બેનર્જી?

હેડિંગ વાંચીને જ ચોંકી ગયા ને કે કે રાજકારણી મમતા બેનર્જી સ્ટેજ પર થિરકતા જોવા મળે તો ભાઈ ઓકેઝન શું છે? તમારા આશ્ચર્યમાં હજી વધારો કરીએ અને જણાવીએ કે ભાઈ મમતા બેનર્જી સ્ટેજ પર થિરકતાં તો જોવા મળ્યા જ છે અને એ પણ નન અધર ધેન સલમાન ખાન સાથે. અહં…
હવે કંઈક માહોલ જામ્યો છે તો તમને આખી ઘટના વિશે વિસ્તારથી જણાવવાનું થાય તો હાલમાં જ સલમાન ખાન, અનિલ કપૂર, મહેશ ભટ્ટ, શત્રુઘ્ન સિન્હા, સૌરવ ગાંગુલીએ મુખ્ય પ્રધાન મમતા બેનર્જી સાથે કોલકતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. ફેસ્ટિવલના ઓફિશિયલ ઈનોગ્રેશન સમયે ટાઈગર થ્રીની સ્ટાર કાસ્ટ અને અન્ય કલાકારો સાથે મમતા બેનર્જી પણ મંચ પર પહોંચ્યા હતા. અહીંયા સુધી બધુ બરાબર હતું.
પણ હવે કહાનીમાં ટ્વીસ્ટ આવે છે અને મમતા બેનર્જીએ ત્યારે લોકોને ચોંકાવી દીધા જ્યારે તેમણે મંચ પર સલમાન ખાન અને અન્ય લોકોની સાથે આ વર્ષની ફિલ્મોના ગીતો પર થિરકતી જોવા મળી હતી. વીડિયોમાં મમતા બેનર્જી સ્ટેજ પર ઉપસ્થિત સલમાન ખાન, મહેશ ભટ્ટ, અનિલ કપુર, સોનાક્ષી સિન્હા, શત્રુઘ્ન સિન્હાની સાથે થિરકતાં જોવા મળ્યા હતા અને સૌરવ ગાંગુલી બાજુમાં ઊભા રહીને તાળી વગાડતાં જોવા મળી રહ્યા છે.
આ ફેસ્ટિવલની શરૂઆતમાં 12મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે અને તે કોલકાતાના નેતાજી ઈન્ડોર સ્ટેડિયમમાં થઈ રહ્યો છે. કોલકાતા એરપોર્ટ પહોંચીને સલમાન ખાનનું સ્વાગત સિંગર અને રાજકારણી બાબુલ સુપ્રિયોએ કર્યું હતું.



