TMKOC: ફરી ભણકારા વાગી રહ્યા છે, હે મા…માતાજીવાળા દયાબેન પાછા ફરશે?

કોઈ સિરિયલમાંથી કોઈ પાત્ર અધવચ્ચેથી ચાલ્યું જાય ત્યારબાદ તેની એટલી રાહ જોવાઈ કે દર પાંચ-છ મહિના ન થાય ત્યાં તે પાત્રના ફરી આવવાની અફવા ઉડ્યા કરે. ટીવી પર વર્ષોથી ચાલતી ખૂબ જ લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાબેનનું આવું જ છે. તેમને દર્શકો એટલા મિસ કરે છે કે છએક મહિના ન થાય તો તે ફરી આવશે તેવી ચર્ચાઓ ચાલે છે.
દયાબેનનું પાત્ર ભજવી લોકપ્રિય થનારી અભિનેત્રી દિશા વાંકાણીએ વર્ષ 2018માં પારિવારિક જવાબદારીને કારણે શૉ છોડ્યો હતો. ભોળી, રમૂજી ગુજરાતી ગૃહિણી દયાના પાત્રમાં દિશા એટલી તો ખિલી ઊઠી હતી કે તેનાં સિવાય અન્ય કોઈને આ પાત્રમાં ફીટ કરવાનું મેકર્સ માટે લગભગ શક્ય ન હતું, છતાં તાજેતરમાં એક ખબર આવી છે કે આ પાત્રમાં મેકર્સે એક અભિનેત્રીને પસંદ કરી છે. તેનું ઓડિશન થયું અને ત્યારબાદ તેને પસંદ કરવામાં આવી અને હવે તે દયાના પાત્રમાં આવશે. આ અભિનેત્રીએ શૂટિંગ પણ શરૂ કરી દીધું હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: Aishwarya Rai-Bachchanએ કો-એક્ટર સાથે આપ્યા એવા બોલ્ડ પોઝ કે…
જોકે તેનું નામ હજુ જાહેર થયું નથી કે પ્રોડક્શન હાઉસે સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. અગાઉ ઘણીવાર દયાબેન ફરી આવવાના સમાચાર જાણી ફેન્સ ખુશ થઈ જાય છે ને ફરી નિરાશા જ આવે છે ત્યારે આ વખતે તેમની આશા ફળે તો કહેવાય નહીં
આ પણ વાંચો: રશ્મિકા મંદાના બાદ હવે કોની સાથે રોમેન્સ કરવા માંગે છે સલમાન ખાન? નામ જાણીને ચોંકી ઉઠશો…

આ પહેલા ક્યૂંકી સાસ ભી કભી બહુ થી…નામની ટીવી સિરિયલના મુખ્ય પાત્ર મિહિર વિરાણીને મારી નાખવાનું પ્રોડક્શન હાઉસને ભારે પડ્યું હતું. તેની લોકપ્રિયતા એટલી હતી કે વાર્તામાં ફેરફાર કરી તેને ફરી પાછો લાવવો પડ્યો હતો. અમર ઉપાધ્યાય મહિરના પાત્રમાં હતો જ્યારે સ્મૃતિ ઈરાની તુલસીના પાત્રમાં હતી અને સિરિયલે ધૂમ મચાવી હતી.