શું આમિર ત્રીજી વાર લગ્ન કરશે…જાણો શું કહ્યું અભિનેતાએ
આમિર ખાન ઈન્ડસ્ટ્રીનું ચર્ચાતું નામ છે. તે ફિલ્મો કરે કે ન કરે તેની ચર્ચા ચાલ્યા જ કરે છે. ખાન સરનેમ હોવા છતાં બીજા ખાનથી અલગ આમિરની છાપ છે. આમિર ખાન આમ તો ટોક શો કે એવોર્ડ શોમાં કે રિયાલિટી શૉમાં દેખાતો નથી ત્યારે હવે અચાનક તેણે કપિલ શર્મા શૉમાં ભાગ લીધો છે. આ એપિસોડ હજુ ટેલિકાસ્ટ થયો નથી, પરંતુ તેની વાતો વાયરલ થઈ છે.
કપિલના શૉમાં આમિર કહે છે કે મારા સંતાનો મારી વાત માનતા નથી. આ સાથે આમિરની બહેનો પણ આવી છે અને તે તેના બચપણની વાતો શેર કરે છે. અર્ચના પુરણસિંહ આમિરને પૂછે છે કે તું એવોર્ડ શોમાં કેમ નથી જતો ત્યારે આમિર કહે છે કે સમય કિંમતી હોય છે તેને વિચારીને વાપરવો જોઈએ. તો આમિર બધા સાથે મસ્તી પણ કરે છે.આ બધા વચ્ચે કપિલ તેના ત્રીજા લગ્નની વાત કાઢી કહે છે કે હવે તમારે સેટલ થઈ જવું જોઈએ. જોકે આમિર આ મામલે માત્ર હસ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આપણ વાંચો: મિત્રના પુત્રના બેસણામાં હાજરી આપવા આમિર ખાન ભુજના કોટાય ગામ આવ્યા
આમિરે અગાઉ બાળપણની મિત્ર રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા અને તેનાથી તેને બે સંતાન આયરા અને જુનૈદ છે. જોકે આમિરે લગાન ફિલ્મ બાદ રીનાથી અલગ થવાનું જાહેર કર્યું અને કિરણ રાવ સાથે લગ્ન કર્યા. કિરણ સાથેના સંબંધોથી આમિરને આઝાદ નામનો એક પુત્ર છે. ત્યારબાદ કિરણ અને આમિર પણ છૂટા પડ્યા. તાજેતરમાં આયરાના લગ્ન સમયે આમિરની બન્ને પત્ની સાથે જોવા મળી હતી. ત્યારે હવ આમિર ફરી ઠરીઠામ થવા મામલે શું વિચારે છે તે તો આમિર જ જાણે.