વિદ્યા બાલને પતિ સિદ્ધાર્થ રોય કપૂરને શા માટે આપી સરપ્રાઈઝ?
મુંબઈ: અભિનેત્રી વિદ્યા બાલને સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કરી લીધા હતા, જોકે તેણે આ લગ્નની વાત છુપાવીને રાખી હતી ત્યાં સુધી દુનિયાને તેમના લગ્ન બાબતે કોઈ પણ માહિતી મળી નહોતી.
વિદ્યા અને સિદ્ધાર્થ બૉલીવૂડના સૌથી મનપસંદ કપલમાંથી એક છે. તાજેતરમાં વિદ્યા બાલને તેના લગ્નની પહેલી એનિવર્સરીને યાદી કરી હતી અને એનિવર્સરીમાં સિદ્ધાર્થ માટે તેણે શું સરપ્રાઈઝ પ્લાન કર્યો હતો તે બાબતે ખુલાસો કર્યો હતો.
વિદ્યા બાલને કહ્યું હતું કે હું ક્યારેય જમવાનું નથી બનાવતી, પણ અમારી પહેલી એનિવર્સરીએ મેં સિદ્ધાર્થ માટે કેક બનાવ્યો હતો. હું તે વખતે ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત હતી અને એક હોટેલના શેફે મારી કેક બનાવવામાં મદદ કરી હતી.
શેફની મદદથી બનાવેલો કેક જ્યારે સિદ્ધાર્થ પાસે પહોંચ્યો ત્યારે તેણે કહ્યું હતું કે કેક ખૂબ જ સારો બન્યો છે. તે માત્ર તેનો પ્રેમ હતો અને જ્યારે મેં કેક ચાખ્યો ત્યારે તે બિલકુલ સારો નહોતો બન્યો. કેક સારી રીતે બેક નહોતો થયો. મેં સિદ્ધાર્થને નહોતું કહ્યું કે શેફે મને કેક બનાવવા મદદ કરી હતી, પણ હવે તેને ખબર પડી જશે.
હું પોતાને ભાગ્યશાળી સમજુ છું કે હું અને મારા પતિ એક જ ફિલ્મ લાઇનમાં છે. સિદ્ધાર્થ મારા કામને સમજે છે અને તે મને ખૂબ સપોર્ટ પણ કરે છે. પરંતુ હું કામને લીધે લાગેલા થાક બાબતે તેનાથી ખોટું પણ નથી બોલી શકતી, એવું વિદ્યાએ મજાકમાં કહ્યું હતું.
વિદ્યા બાલન તેની આગામી ફિલ્મ ‘દો ઔર દો પ્યાર’ને લઈને ચર્ચામાં છે. 19 એપ્રિલે રિલીઝ થનારી આ ફિલ્મમાં વિદ્યા બાલન સાથે પ્રતિક ગાંધી, ઇલિયાના ડિક્રૂઝ અને સેંથિલ રામમૂર્તિ લીડ રોલમાં જોવા મળવાના છે તેમ જ ‘ભૂલ ભુલૈયા 3’માં પણ જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે.