મનોરંજન

આ ફેમસ પ્રોડ્યૂસરે અંકિતા લોખંડેને કેમ કહ્યું સોરી?

હાલમાં સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ 17ની શાનદાર શરૂઆત થઈ ગઈ છે અને આ સિઝનમાં ભાગ લઈ રહેલાં બાકીના કન્ટેસ્ટન્ટ્સની સરખામણીએ સૌથી વધુ કોઈ ચર્ચાતું નામ હોય તો તે છે ટીવીની સંસ્કારી બહુ અંકિતા લોખંડે અને વિકી જૈન. આ શોમાં બંને એકદમ મજેદાર મુદ્દાઓ ઉઠાવતા હોય છે. હાલમાં જ કંગના રનૌત આ ટીવી શો પર આવી હતી અને એ સમયે તેણે ખુલીને અંકિતા લોખંડેને પોતાનો સપોર્ટ જાહેર કર્યો હતો.

જોકે, કંગના સિવાય પણ અનેક સેલેબ્સ છે કે જેઓ અંકિતાને સપોર્ટ આપી ચૂક્યા છે. પરંતુ હવે આ યાદીમાં ટીવી ઈન્ડસ્ટ્રીની ફેમસ પ્રોડ્યુસર એકતા કપૂરનું નામ પણ ઉમેરાયું છે. એટલું જ નહીં એક્તાએ તો સોશિયલ મીડિયા પર અંકિતાને સોરી પણ કહ્યું હતું. આવો જોઈએ કે આખરે એવું તે શું થયું કે એક્તાએ અંકિતાને સોરી કેવાનો વારો આવ્યો હતો-
એક્તા કપૂરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે મેં અત્યાર સુધીમાં જેટલા પણ લોકો સાથે કામ કર્યું છે એમાં સૌથી વધુ પ્રોફેશન અને બેસ્ટ લીડ છે તું. મને આશા છે તું જ જિતશે. લેટ વિશેઝ માટે સોરી અંકિતા લોખંડી અને વિક્કી જૈન.

અહીંયા તમારી જાણ માટે કે અંકિતા લોખંડેએ 2008માં એક્તા કપૂરની ફેમસ ટીવી સિરીયલ પવિત્ર રિશ્તાની લીડ એક્ટ્રેસ હતી અને આ શોમાં તેણે અર્ચનાનું પાત્ર ભજવ્યું હતું. આ ટીવી સિરીયલમાં તેની સાથે દિવંગત એક્ટ્રેસ સુશાંત સિંહ રાજપૂત પણ જોવા મળ્યો હતો અને તેણે માનવનો રોલ કર્યો હતો. 2009થી 2014 સુધી આ શોએ લાખો દર્શકોના દિલ પર રાજ કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button