એવું તે શું થયું કે Ranbir Kapoorએ Alia Bhatt સાથે ફોટો ક્લિક કરાવવાની ના પાડી?
હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant Grand Wedding)ના લગ્નની જ ચર્ચા ચાલી રહી છે. લગ્ન ભલે 12મી જુલાઈના છે, પણ તેની ઊજવણી તો અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. ગઈકાલે યોજાયેલી સંગીત નાઈટમાં દેશ-વિદેશના સેલિબ્રિટીઓથી લઈને મોટી મોટી હસ્તીઓએ હાજરી આપીને ઈવેન્ટને ચાર ચાંદ લગાવી દીધા છે.
પરંતુ આ જ ઈવેન્ટમાં બોલીવૂડના મોસ્ટ ક્યૂટ અને એડોરેબલ કપલ ગણાતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ (Bollywood Actor Ranbir Kapoor And Actress Alia Bhatt) વચ્ચે કંઈક એવું થયું હતું કે રણબીર કપૂરે પત્ની આલિયા ભટ્ટ સાથે પોઝ આપવાનો ઈનકાર કરી દીધો હતો.
આવો જોઈએ શું છે આખો મામલો અને આખરે કેમ રણબીરે આવું કર્યું-
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં પેપ્ઝ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ફોટો પેપ્ઝ એક સાથે ક્લિક કરવા માંગતા હતા, પરંતુ રણબીર કપૂરે એવું કરવાની ના પાડી દીધી હતી. જોકે, રણબીરે આવું ગુસ્સામાં કે કોઈ નારાજગીને કારણે નહોતું કર્યું. બસ તે થોડો શરમાળ છે એટલે તેણે આવું કરવાની ના પાડી હતી.
આ પણ વાંચો: Ranbir Kapoorએ પોતાની ટી-શર્ટ પર કઈ યુવતીનું નામ લખ્યું, તસવીરો વાઈરલ
અનંત અને રાધિકાના સંગીત સેરેમનીમાં બધાની નજર આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પર જ ટકેલી હતી. બ્લેક કલરના આઉટફિટમાં બંને જણ એકદમ ક્યૂટ લાગી રહ્યા હતા. આલિયાને ઈવેન્ટમાં જોતા જ ફેન્સ તેને પોઝ આપવા માટે કહેવા લાગ્યા. એક્ટ્રેસે રેડ કાર્પેટ પર પેપ્ઝ માટે પોઝ પણ આપ્યા.
હવે આલિયા સાથે પેપ્ઝ રણબીરનો ફોટો પણ ક્લિક કરવા માંગતા હતા એટલે તેમણે આલિયાને રણબીરને બોલાવવા કહ્યું. આલિયાએ કહ્યું કે તમે જ બોલાવો અને આટલું કહીને આલિયા રણબીરને બોલાવવા જાય છે. પણ રણબીર નથી આવતો.
આલિયા અને રણબીરનો આ ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને તે ચર્ચાનો ટોપિક બની ગયો છે. કેટલાક લોકો આ વીડિયો જોઈને રણબીરને શરમાળ કહી રહ્યા છે તો કેટલાક લોકોએ એવું પણ કહ્યું હતું કે રણબીરે આલિયા સાથે આવું નહોતું કરવું જોઈતું.