આલિયા ભટ્ટે કેમ ચાવાળાની માફી માંગી? પત્નીને હેરાન કરતો રણબીરનો વીડિયો સો.મીડિયામાં વાયરલ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલીવુડના સૌથી ક્યુટ અને હેપનિંગ કપલ્સમાંના એક છે, અવારનવાર તેમના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર તેમનો એક વીડિયો જોવા મળી રહ્યો છે જેમાં રણબીર આલિયાને ચાવાળાની માફી માંગવાનું કહે છે, અને એ રીતે તેને હેરાન કરી રણબીર મસ્તી કરી રહ્યો છે.
આ તેમનો વર્ષો જૂનો વીડિયો છે, કદાચ કોઇ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેઓ ભેગા થઇ ગયા હશે. વીડિયોમાં એવું જોવા મળી રહ્યું છે કે રણબીર અને આલિયા બંને ચા વાળા પાસે ઉભા છે અને આલિયાને કપ લેતી જોઇને રણબીર તેને ટોકે છે, પછી આલિયા કપ ત્યાં જ પાછો મુકી દે છે અને તેને સોરી કહે છે, પછી રણબીર તેની મજાક ઉડાવતા ગંભીર અવાજમાં કહે છે કે સોરી મને નહી, સોરી આ ચાવાળાને કહે. એ પછી આલિયા ચા વાળાને પણ સોરી કહીને ત્યાંથી જતી રહે છે.
લગભગ બ્રહ્માસ્ત્રના રિલીઝ પહેલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા યુઝર્સ અલગ અલગ રિએક્શન્સ આપી રહ્યા છે, એક યુઝરે લખ્યું છે, રણબીર હંમેશા લોકોને ગભરાવે છે, તે લોકો પર ધાક જમાવતો હોય છે અને આલિયા સાથે પણ તેવું જ કરી રહ્યો છે, અન્ય એક યુઝરે કહ્યું તે ઘણો મસ્તીખોર છે અને આલિયા સાથે પણ મસ્તી કરી રહ્યો છે.