આ કોની સાથે ફ્લર્ટ કરતો જોવા મળ્યો ચોકલેટી બોય Kartik Aaryan?
![Who is this chocolate boy Kartik Aaryan seen flirting with?](https://bombaysamachar.com/wp-content/uploads/2024/04/Jignesh-MS-2024-04-18T191501.616.jpg)
કાર્તિક આર્યન હાલમાં તેની લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે એવી ફિલ્મ ભૂલ ભૂલૈયા-3ની લઈને ચર્ચામાં છે અને હવે મળી રહેલી માહિતી પ્રમાણે એક્ટ્રેસ વિદ્યા બાલન પણ ત્રીજા ભાગથી કમબેક કરવાના મૂડમાં છે. દરમિયાન કાર્તિક અને વિદ્યા બાલનને સાથે કામ કરતાં જોવા માટે દર્શકો એકદમ બેતાબ છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં કાર્તિક વિદ્યા બાલન સાથે ફલર્ટ કરતો જોવા મળી રહ્યો છે.
અહીંયા તમારી જાણ માટે કે આ વીડિયો વિદ્યા બાલનની ફિલ્મ દો ઔર દો પ્યારની સ્ક્રિનિંગ સમયનો છે. અનેક સ્ટાર્સ સાથે કાર્તિક પણ વિદ્યાની ફિલ્મ જોવા માટે પહોંચ્યો હતો. દરમિયાન બંને જણે એક ક્યૂટ જેસ્ચર શેર કર્યો હતો અને એ ખૂબ જ ચર્ચામાં છે.
વીડિયોમાં જોવા મળી રહ્યો છે કે કાર્તિક સામે આવતા વિદ્યા બાલન પોતાના કો-એક્ટરના ગાલ પ્રેમથી ખેંચે છે અને કાર્તિક પણ વિદ્યા સાથે ફ્લર્ટ કરતાં કહે છે કે અરે શું લાગી રહી છે તું યાર… બંનેનો આ ક્યૂટ બોન્ડ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વીડિયો પર કમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ થઈ રહ્યો છે. નેટિઝન્સને આ બંનેનો ક્યૂટ બોન્ડ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
ભૂલ ભૂલૈયા-3ની વાત કરીએ તો હાલમાં જ કોલકતામાં આ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે. અહીંયા તમારી જાણ માટે કે ફરી એક વખત રૂહ બાબા બનીને કાર્તિક આર્યન ધમાલ મચાવવા તૈયાર છે. જ્યારે એની સામે તૃપ્તિ ડિમરીને કાસ્ટ કરવામાં આવી છે તો વિદ્યા બાલન મંજુલિકા બનીને દર્શકોને ડરાવવા તૈયાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂલ ભૂલૈયાના પહેલાં ભાગમાં વિદ્યા બાલને મંજુલિકાનો રોલ કર્યો હતો અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ નિવડી હતી.
ભૂલ-ભૂલૈયા-3 સિવાય કાર્તિક આર્યન ચંદુ ચેમ્પિયનમાં પણ જોવા મળશે અને આ ફિલ્માં 14મી જૂનના રિલીઝ થવા જઈ રહી છે.