નેશનલમનોરંજન

બોલીવુડ જેના થકી EDની રડારમાં આવ્યું એ મહાદેવ એપવાળો સૌરભ ચંદ્રાકર કોણ છે?

સૌરભ ચંદ્રાકરના લગ્નમાં પરફોર્મ કરવા ગયેલા તમામ બોલીવુડ સેલેબ્સ હવે EDના નિશાના પર છે. રણબીર કપૂર સહિત અનેક મોટા માથા સમન્સ માટે EDની લિસ્ટમાં છે અને આમાં હવે હુમા કુરેશી, કપિલ શર્મા અને ટીવી અભિનેત્રી હીના ખાનના નામ પણ ઉમેરાયા છે. આ ત્રણેયને EDએ હાલમાં જ સમન્સ મોકલ્યું છે. ત્યારે હવે સવાલ એ છે કે દુબઇમાં પોતાના લગ્નમાં 200 કરોડ રૂપિયાનો રોકડ ધુમાડો કરનાર સૌરભ ચંદ્રાકર આખરે છે કોણ?

Saurabh Chandrakare

સૌરભ ચંદ્રાકર Mahadev Betting App નામની એક ઓનલાઇન સટ્ટાબાજીની ગેમનો પ્રમોટર છે. અત્યારે તે સમૃદ્ધિની છોળો ઉડાડી રહ્યો છે પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે તેની છત્તીસગઢના ભિલાઇમાં જ્યુસની એક નાનકડી દુકાન હતી. તેનો એક મિત્ર હતો રવિ ઉપ્પલ જે તેની સાથે ટાયર-ટ્યૂબની દુકાન ચલાવતો હતો. બંને સાથે સટ્ટો રમતા. થોડા સમય બાદ બંને દુબઇ ભાગી ગયા અને ત્યાંના શેખ તેમજ એક પાકિસ્તાની પાર્ટનર સાથે મળીને મહાદેવ સટ્ટાબાજીની એપ શરૂ કરી. એપને પગલે બંને રાતોરાત સટ્ટાબજારના કિંગ બની ગયા.

સૌરભ ચંદ્રાકર હાલમાં ચર્ચામાં એટલા માટે છે કેમકે તેણે દુબઈમાં યોજાયેલા પોતાના લગ્નમાં પાણીની જેમ પૈસા વહાવ્યા હતા. તેના લગ્ન સમારોહમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. 200 કરોડથી વધુ રોકડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ વૈભવી લગ્નનો વીડિયો ભારતીય એજન્સીઓએ કેપ્ચર કર્યો છે.

સૌરભ ચંદ્રાકરે તેના લગ્ન માટે નાગપુરથી યુએઈ તેમના પરિવારના સભ્યોને લઈ જવા માટે ખાનગી જેટ ભાડે લીધું હતું. લગ્ન માટે મુંબઈથી વેડિંગ પ્લાનર, ડાન્સર અને ડેકોરેટરને બોલાવવામાં આવ્યા હતા. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બધું રોકડમાં ચૂકવવામાં આવ્યું હતું. EDએ આના ડિજિટલ પુરાવા એકત્રિત કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, યોગેશ પોપટની મેસર્સ આર-1 ઇવેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના નામે એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને હવાલા દ્વારા રૂ. 112 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. હોટલ બુકિંગ માટે 42 કરોડની રોકડ ચુકવણી કરવામાં આવી હતી.

ઓનલાઈન બેટિંગ એપ માટે બંનેએ દેશમાં લગભગ 4 હજાર પેનલ ઓપરેટર્સનું નેટવર્ક બનાવ્યું છે. દરેક પેનલ ઓપરેટર પાસે 200 ગ્રાહકો છે જેઓ બેટ્સ લગાવે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ રીતે બંને રોજની 200 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આ અપાર કાળા નાણાથી તેણે સંયુક્ત આરબ અમીરાતમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું છે. ગયા મહિને EDએ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં મુંબઈ, કોલકાતા અને ભોપાલમાં 39 સ્થળોએ દરોડા પાડીને 417 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…