કોણ છે ફહીમ અબ્દુલ્લા જેને સૈયારા ફિલ્મના ટાઈટલ સોંગને સૂરીલો અવાજ આપ્યો? | મુંબઈ સમાચાર

કોણ છે ફહીમ અબ્દુલ્લા જેને સૈયારા ફિલ્મના ટાઈટલ સોંગને સૂરીલો અવાજ આપ્યો?

મુંબઈ: મોહિત સૂરી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સૈયારા’ બોક્સ ઓફિસ પર સતત સફળતાના શિખરો સર કરી રહી છે. અહાન પાંડે અને અનીત પડ્ડા અભિનીત આ ફિલ્મના ભાવનાત્મક ગીતો પણ દર્શકોના દિલમાં ઊંડી છાપ છોડી રહ્યા છે. ખાસ કરીને ફિલ્મનું ટાઇટલ ટ્રેક ‘સૈયારા’ દર્શકોનું દિલ જીતી રહ્યું છે.

‘સૈયારા’ના ટાઇટલ ટ્રેકને કશ્મીરના ફહીમ અબ્દુલ્લાએ પોતાનો મધુર અવાજ આપ્યો છે. તેમણે આ ગીતનું સંગીત તેમના જૂના મિત્ર અરસલાન નિઝામી સાથે મળીને તૈયાર કર્યું છે. ફહીમ અને અરસલાને સંગીતની દુનિયામાં નામના મેળવવા માટે કશ્મીર છોડીને મુંબઈનો આવ્યા હતા. જોકે, કશ્મીરમાં તેમના ગીતો લોકપ્રિય હતા, પરંતુ બોલિવૂડમાં તેમને પોતાની ઓળખ બનાવવી હતી. આ ગીતે તેમની કારકિર્દીને નવું વળાંક આપ્યું છે.

અરસલાન નિઝામીએ એક મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે સંગીતની દુનિયામાં કારકિર્દી બનાવવા માટે તેમણે નોકરી છોડી અને ફહીમને મુંબઈ આવવા માટે મનાવ્યા. મુંબઈ પહોંચ્યા ત્યારે તેમની પાસે માત્ર 14 દિવસના ખર્ચ માટે પૈસા હતા. 13મા દિવસે તેમની મુલાકાત સૈયારા ગીતના નિર્માતા અને સંગીતકાર તનિષ્ક બાગચીને મળ્યા હતા. આ મુલાકાતે તેમના જીવનને બદલી નાખ્યું અને ‘સૈયારા’ ગીત તેમની કારકિર્દીનો પ્રથમ બોલિવૂડ પ્રોજેક્ટ બન્યો.

આપણ વાંચો:  વ્હર્લપુલના ભારતીય યુનિટને ખરીદવાની રેસમાંથી મુકેશ અંબાણીની રિલાયન્સ બહાર, બે કંપનીઓ વચ્ચે સ્પર્ધા

ફહીમ અબ્દુલ્લા એક બહુમુખી કલાકાર છે, જે ગાયક, ગીતકાર, શાયર, ફિલ્મ નિર્માતા અને ઇવેન્ટ મેનેજર તરીકે પણ કામ કરે છે. અગાઉ તેઓ ‘ધ ઇમેજિનરી પોએટ’ તરીકે ઓળખાતા હતા. તેમણે ‘ઇશ્ક’, ‘ઝેલમ’, ‘ગલ્લાં’, ‘એ યાદ’, ‘જુદાઈ’, ‘તેરા હોના’, ‘આંખેં’, ‘હમ દેખેંગે’ જેવાં લોકપ્રિય ગીતો આપ્યા છે. ફહીમે કશ્મીરમાં અનેક મ્યૂઝિક વીડિયોનું નિર્દેશન કર્યું છે અને ‘એક થા ટાઈગર’ તથા ‘બજરંગી ભાઈજાન’ જેવી ફિલ્મોના નિર્માતા કબીર ખાન સાથે એક જાહેરાતમાં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે. તેઓ હિન્દી, ઉર્દૂ અને અંગ્રેજીમાં શાયરી અને ટૂંકી વાર્તાઓ લખે છે, જેમાં કશ્મીરની પ્રેરણા સ્પષ્ટ દેખાય છે.

અહાન પાંડે અને અનીત પડ્ડાએ બોલિવૂડમાં ‘સૈયારા’ ફિલ્મથી પોતાનું ડેબ્યૂ કર્યુ છે. બંનેને તેમના અભિનય માટે ચાહકો તરફથી ખૂબ પ્રશંસા મળી રહી છે. થિયેટરોમાં દર્શકો ફિલ્મના દ્રશ્યો અને ગીતોની અસરથી ભાવુક થઈને રડતા જોવા મળ્યા છે. ફિલ્મના આકર્ષક સંગીત અને ભાવનાત્મક વાર્તાએ દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button