ઐશ્વર્યા સાથે કોણ રોજ ઝઘડા કરે છે, એક્ટ્રેસે ખુદ કર્યો ખુલાસો…
અભિષેક અને ઐશ્વર્યા રાય-બચ્ચનની ગણતરી એક પાવર કપલમાં કરવામાં આવે છે અને છેલ્લાં કેટલાય સમયથી બંને જણ વચ્ચે સબ કુછ ઠીક નથી એવી ચર્ચા ચાલી રહી છે અને ફિલ્મ આર્ચીઝના પ્રીમિયર પર ઐશ્વર્યા બચ્ચન પરિવાર સાથે દેખાતા આખરે એ બધી ચર્ચાઓ પર હાલ પૂરતું તો પૂર્ણવિરામ મૂકાયું હોવાનું કહેવાય છે, પરંતુ કેટલા સમય માટે રહેશે એ તો રામ જાણે.
16 વર્ષના દાંપત્ય જીવનમાં અભિ-એશે ઘણા બધા ચઢાવ-ઉતાર જોયા છે પણ બંનેએ ક્યારેય આ વાતને જાહેર નથી થવા દીધી, કારણ કે અભિષેક અને ઐશ્વર્યા પોતાની મેરિડ લાઈફને એકદમ પ્રાઈવેટ જ રાખે છે.
છેલ્લાં કેટલાય સમયથી અભિષેક અને ઐશ્વર્યા વચ્ચેના અણબનાવની વાતો અને સમાચાર સલામે આવી રહ્યા છે. ઐશ્વર્યાના જન્મદિવસ પર અભિષેક સિવાય બચ્ચન પરિવારના કોઈ પણ સભ્યે તેને શુભેચ્છા નહોતી પાઠવી. ત્યાર બાદ એક ઈવેન્ટ પર અભિષેક ઈન્ગેજમેન્ટ રિંગ વિના સ્પોટ થયો હતો. આ બધી ઘટનાઓને કારણે બી-ટાઉનમાં બચ્ચન પરિવારમાં દરાર પડી હોવાની અફવાઓએ જોર પકડ્યું હતું.
આ બધા વચ્ચે ઐશ્વર્યાનો એક એવો ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં ઐશ્વર્યાએ એવો દાવો કર્યો છે કે અભિષેક અને તેની વચ્ચે દરરોજ ઝઘડા થાય છે. જેના જવાબમાં અભિષેક કહ્યું હતું કે અમારી વચ્ચે રોજ ઝઘડાઓ નહીં પણ અસહમતિઓ, ડિસએગ્રીમેન્ટ થાય છે અને મને લાગે છે જે એક હેલ્ધી ફાઈટ્સ છે. જો કપલ્સ વચ્ચે આવી હેલ્ધી ફાઈટ્સ નહીં થાય તો લાઈફ એકદમ બોરિંગ બની જશે નહીં?
અહીંયા તમારી જાણ માટે કે આ ઈન્ટરવ્યુ 2010નો છે અને ઐશ્વર્યાએ વોગ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં આ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. અભિષેકે ઐશ્વર્યાની વાત સાથે અસહમતિ જણાવીને પોતાના વિચારો રજૂ કર્યા હતા. ઈન્ટરવ્યુમાં અંતમાં અભિષેક પોતાના ઝઘડા કેવી રીતે સોલ્વ કરે છે એનો ખુલાસો પણ કરે છે.
અભિષેકે કહ્યું કે હું ઝઘડા બાદ હંમેશા માફી માંગી લઉં છું અને ઝઘડો કરીને હું ક્યારેય ઉંઘતો નથી. બધા પુરુષોને હું એટલું જ કહેવા માંગુ છું કે મહિલાઓ બેસ્ટ છે અને તેઓ હંમેશા સાચી જ હોય છે. જેટલું જલદી પુરુષો આ વાત માની લે એટલું જ સારું રહેશે.