મનોરંજન

Abhishek-Aishwaryaના ડિવોર્સના ન્યુઝ વચ્ચે Amitabh Bachchanને આ કોની યાદ સતાવી?

હિંદી ફિલ્મના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 81 વર્ષની ઉંમરે પણ એકદમ એક્ટિવ છે પછી એ પ્રોફેશનલ લાઈફની વાત હોય તે પર્સનલ લાઈફની વાત હોય. સોશિયલ મીડિયા પર ડે ટુ ડે લાઈફની અપડેટ્સ શેર કરતાં રહે છે.

પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો હાલમાં બિગ બી કૌન બનેગા કરોડપતિ શો હોસ્ટ કરી રહ્યા છે અને આ સેટ પરથી કંઈકને કંઈક મજેદાર કિસ્સા શેર કરતાં હોય છે. બિગ બીનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પોતાના દિલની વાત કરતાં જોવા મળી રહ્યા છે, એટલું જ નહીં તેમણે તેઓ સૌથી વધુ કોને મિસ કરી રહ્યા છે એના વિશે પણ વાત કરી હતી…

બિગ બીએ તેમની સામે હોટસીટ પર બેઠેલી મહિલા સ્પર્ધકને પૂછ્યું કે તેઓ શોમાં પ્રાઈઝમની જિત્યા બાદ કયા શોપિંગ મોલમાં જઈને શોપિંગ કરશે? બિગ બીનો આ સવાલ સાંભળીને સ્પર્ધકે જણાવ્યું હતું કે મોલમાં શોપિંગ કરવામાં એ મજા નથી આવતી જે દિલ્હીના સરોજિની નગર અને લાજપત નગર માર્કેટમાં છે… આ બંને માર્કેટમાં ખરીદી કરવાનો આખો અનુભવ જ અલગ છે.

આપણ વાંચો: કંગના રનૌતે ફરી છંછેડયા અભિનેત્રી અને સાંસદ જયા અમિતાભ બચ્ચનને, કહ્યું કે…

સ્પર્ધકનો આ જવાબ સાંભળીને બિગ બીએ પણ પોતાના હૈયાની વાત હોઠે લાવી જ દીધી અને કહ્યું કે એકદમ મારા મનની વાત રહી તમે. દિલ્હીવાસીઓ માટે સરોજિની માર્કેટ, બંગાલી માર્કેટની ચાટ અને ચાંદલી ચોકમાં આવેલી પરાઠાવાલી ગલી સૌથી મહત્ત્વની જગ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન દિલ્હીના કિરોડીમલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.

બિગ બીએ જણાવ્યું હતું કે કામ અને દિવસના રૂટિમાં હવે પરિવર્તન આવ્યું છે. હવે તેઓ જલદી ઉઠે છે અને આરામ કરે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો બિગ બી છેલ્લે ફિલ્મ કલ્કી એડી 2898માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે પ્રભાસ, કમલ હસન, દીપિકા પદુકોણ પણ સાથે જોવા મળ્યા હતા અને હવે તે ટૂંક સમયમાં જ રજનીકાંત સાથે ટી. જે. જ્ઞાનવેલ નિર્દેશિત વૈટેયનમાં જોવા મળશે. તમિળ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બિગ બીની આ પહેલી ફિલ્મ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button