મનોરંજન

કોણે બદલી નાખી Karan Joharની જિંદગી? પોસ્ટ કરીને આપી માહિતી…

Film Maker Karan Johar પોતાની પર્સનલ લાઈફને કારણે હંમેશા જ સોશિયલ મીડિયા પર ચર્ચામાં અને લાઈમલાઈટમાં રહે છે. કરણ અવારનવાર પોતાના બંને બાળકો યશ અને રૂહી વિશેના અપડેટ પોસ્ટ કરતો રહે છે. કરણે હાલમાં જ પોતાના બાળકોના જન્મદિવસ માટે એક પ્રી-સેલિબ્રેશન પાર્ટી રાખી હતી, જેમાં બી-ટાઉનના સેલેબ્સ પોતાના બાળકો સાથે પહોંચ્યા હતા. કરણ જોહરે હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાના સંતાનોના બર્થડે પાર્ટીના કેટલાક ફોટો શેર કર્યા હતા અને એમાં તેણે રૂહી અને યશ માટે એક હૃદયસ્પર્શી નોટ પણ લખી હતી.

કરણ જોહરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાના બંને બાળકો યશ અને રૂહીના ફોટો શેર કર્યા હતા. ફોટોમાં કરણ પોતાના સંતાનો સાથે મેચિંગ આઉટફિટમાં જોવા મળ્યો હતો, જ્યારે બીજા ફોટોમાં કરણની માતા પોતાના દીકરા અને પૌત્ર-પૌત્રીઓ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. જ્યારે એક ફોટોમાં કરણ પોતાની માતા પર પ્રેમ વરસાવતો જોવા મળી રહ્યો છે.

ફોટોની સાથે કેપ્શનમાં કરણે લખ્યું હતું કે મારા બંને બાળકોને જન્મદિવસની શુભેચ્છાઓ… તમારે બંનેના આવવાથી મારું જીવન હંમેશા માટે બદલાઈ ગયું છે, પણ મારા બચ્ચા તમે ક્યારેય ના બદલાશો. જલ્દીમાં જલ્દી મોટા થઈ જાવ. મારી માતાનો પણ આભાર, હંમેશા અમારા પરિવારની તાકાત છે. યશ અને રૂહીને તમારો પ્રેમ આપવા માટે તમારો આભાર.
કરણે પોતાના સંતાનાની પ્રિ-બર્થડે સેલિબ્રેશનમાં ઘણા સેલેબ્સ પોતાના બાળકો સાથે પહોંચ્યા હતા. ગૌરી ખાને પોતાના દીકરા અબરામ સાથે તો સૈફ અને કરિના કપૂર અને સૈફે દીકરા તૈમુર અને જહાંગીર સાથે પાર્ટીમાં મોજ-મસ્તી કરતાં જોવા મળ્યા હતા.

આ સિવાય કરણની આ પાર્ટીમાં આયુષમાન ખુરાના અને તાહિરા કશ્યપ પણ પોતાની દીકરી વરુષ્કા સાથે હાજરી આપી હતી. શિલ્પા પણ પોતાના દીકરા વિયાન અને સમિશા સાથે હાજરી આપી હતી. આ સિવાય રાની મુખર્જી, મહીપ કપૂર, રિતેશ દેશમુખ, જેનેલિયા દેશમુખ, મનિષ મલ્હોત્રા સહિત અનેક દિગ્ગજ સેલેબ્સ પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button