મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Bachchan Family સાથેની દૂરીઓ વચ્ચે Aishwarya Rai-Bachchan કોને ગળે મળી?

બચ્ચન પરિવાર (Bachchan Family) છેલ્લાં કેટલાય સમયથી પરિવારમાં ચાલી રહેલાં ક્લેશને કારણે લાઈમલાઈટમાં આવતો હોય છે અને એમાં પણ ગઈકાલે તો હદ જ થઈ ગઈ. ગઈકાલે તો બચ્ચન પરિવારની બહુરાનીએ કંઈક એવું કર્યું હતું કે જે કદાચ બચ્ચન પરિવારને નહીં ગમે. ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને જણાવીએ કે આખો મામલો શું છે?

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના લગ્નમાં હાજરી આપવા પહોંચેલી ઐશ્વર્યા રાય-બચ્ચન (Bollywood Actress Aishwarya Rai-Bachchan)એ બચ્ચન પરિવારથી અલગ દીકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan) સાથે એન્ટ્રી લીધી હતી.

પરંતુ એન્ટ્રી પહેલાં ઐશ્વર્યા રાય-બચ્ચન એક એવા શખ્સને ગળે મળતી દેખાઈ હતી અને ચોક્કસ જ આ વ્યક્તિનું પોતાની વહુને ગળે મળવું સાસુ જયા બચ્ચન (Jaya Bachchan)ને નહીં જ ગમે…

આ પણ વાંચો: OMG! Aishwarya Rai-Bachchanને કોણે આપી આટલી બધી Gifts?

સોશિયલ મીડિયા પર અનંત અને રાધિકા ગ્રાન્ડ વેડિંગના વાઈરલ થઈ રહેલાં ફંક્શનના વીડિયોમાં બચ્ચન પરિવારે અને ઐશ્વર્યા રાય-બચ્ચને અલગ અલગ એન્ટ્રી લેતાં અફવાઓનું બજાર એકદમ ગરમ થઈ ગયું છે. હવે સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા અને આરાધ્યાની વેન્યુ પર એન્ટ્રીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ અદાકારા, સદાબહાર એક્ટ્રેસ રેખા (Bollywood Actress Rekha)ને ગળે મળતી જોવા મળી રહી છે.

ઐશ્વર્યા રાય-બચ્ચન દીકરી આરાધ્યા સાથે પહોંચી હતી અને એ જ સમયે રેખા પણ ત્યાં પહોંચ્યા હતા. ઐશ્વર્યા અને આરાધ્યાને જ જોતા રેખાજી એકદમ ઉમળકાભેર આગળ આવીને ઐશ્વર્યાને ગળે લગાવી હતી અને પછી આરાધ્યાને પણ ગળે લગાવી હતી. ઐશ્વર્યાએ રેખાને પગે પણ પડવા લાગી હતી. સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાનો આ વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે અને લોકો ઐશ્વર્યાને અને રેખાને એકસાથે વાત કરતાં, ગળે મળતાં જોઈને એકદમ ખુશ થઈ ગયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…