નેશનલમનોરંજન

જ્યારે કલાકો સુધી Amitabh Bachchan, Mukesh Ambani કલાકો સુધી આ કારણે લાઈનમાં ઊભા રહ્યા…


હેડિંગ વાંચીને એવું થઈ ગયું ને કે ભાઈ એવું તે શું થઈ ગયું કે શું મેગા સ્ટાર અમિતાભ બચ્ચન, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ લાઈનમાં ઊભા રહેવું પડે? પણ ભાઈ અશક્ય લાગતી એવી બાબત હકીકતમાં બની છે. આવો તમને જણાવીએ આખો મામલો શું છે એ…

ઘટના 22મી જાન્યુઆરીની છે. અયોધ્યા ખાતે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા પહોંચેલા મહાનુભાવોમાંથી અનેક મહાનુભાવો પોતાના પ્રાઈવેટ પ્લેનમાં ગયા હતા અને અમિતાભ બચ્ચન, મુકેશ અંબાણી, અનિલ અંબાણી સહિતના અનેક મહાનુભાવોએ પોતાની પ્રાઈવેટ ફ્લાઇટમાં બોર્ડ કરવા માટે લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું અને એ પણ ચાર ચાર કલાક સુધી.

મળી રહેલી માહિતી પ્રમાણે 21મી અને 22મી જાન્યુઆરીના દિવસે ધાર્યા કરતાં વધુ VIP ફ્લાઈટ્સ અયોધ્યા એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. વડા પ્રધાનના નરેન્દ્ર મોદીના પ્લેન સિવાય આશરે 30થી વધુ ફ્લાઈટ્સ લેન્ડ એ દિવસે એરપોર્ટ પર લેન્ડ થવાની ધારણા હતી, પરંતુ હકીકતમાં આ ઐતિહાસિક દિવસે 60થી વધુ ફ્લાઈટ્સ આ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.

અભિષેક બાદ વડા પ્રધાનના નરેન્દ્ર મોદીના વિમાને સૌથી પહેલાં ટેક ઓફ કર્યું હતું અને ત્યાર બાદ મુકેશ અંબાણીના પ્લેનમાં બ્લાસ્ટ થયો હતો. પીએમના પ્લેને ટેક ઓફ કર્યા બાદ બોલીવૂડ સ્ટાર્સ અયોધ્યા એરપોર્ટ પહોંચવા લાગ્યા હતા. અયોધ્યા એરપોર્ટ પર માત્ર પીએમનું પ્લેન જ પાર્ક કરવામાં આવ્યું હતું, જ્યારે બાકીના પ્લેનને કાનપુર, લખનૌ, બનારસ સહિત અન્ય 11 એરપોર્ટ પર મોકલી આપવામાં આવ્યા હતા. આવી પરિસ્થિતિમાં અમિતાભ અને અનિલ અંબાણીના વિમાનને કાનપુર એરપોર્ટથી અયોધ્યા પહોંચવામાં ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો.

આ ઉપરાંત અભિષેક બચ્ચન, કેટરિના કૈફ, વિકી કૌશલ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સહિત ઘણા કલાકારો કલાકો સુધી પોતાના પ્લેનની રાહ જોતા ઊભા રહેવું પડ્યું હતું અને મોડી રાતે જ તેમના પ્લેન એરપોર્ટ પરથી ટેક ઓફ કરી શક્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button