
બોલીવુડમાં એક સમયે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો ઘણો પ્રભાવ અને લોકોમાં ડર પણ હતો. ઘણા દિગ્ગજ ફિલ્મ સ્ટાર્સ અને ફિલ્મ મેકર્સ દાઉદના મિત્રો હતા. તાજેતરમાં જ પત્રકાર અને જાણીતા લેખક હુસૈન ઝૈદીએ ખુલાસો કર્યો હતો કે પીઢ અભિનેતા દિલીપ કુમાર, ઋષિ કપૂર અને અમઝદ ખાન પણ દાઉદ ઈબ્રાહિમને મળતા હતા.
ઝૈદીએ જણાવ્યું હતું કે અંડરવર્લ્ડ ડોન દુબઈમાં સ્ટાર્સને ડિનર માટે બોલાવતો હતો. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં હુસૈન ઝૈદીએ કહ્યું હતું કે ‘દાઉદ ફિલ્મોથી કમાણી કરવા માગતો નહોતો, તે માત્ર હિન્દી સિનેમાને પસંદ કરતો હતો. તેને બધી અભિનેત્રીઓ પસંદ હતી.
આપણ વાંચો: EDની મોટી કાર્યવાહી, દાઉદ ઈબ્રાહિમના નજીકના ઈકબાલ મિર્ચીની કરોડોની સંપત્તિ જપ્ત
દુબઈ જતા તમામ ફિલ્મ સ્ટાર્સ માટે દાઉદ ડિનરનું આયોજન કરતો હતો. દિલીપ કુમાર, ઋષિ કપૂર, અમજદ ખાનની જેમ આ લોકોએ પણ પોતાના ઈન્ટરવ્યૂમાં દાઉદને મળવાની વાત કહી છે. તેમને મોંઘીદાટ ભેટ પણ મળી છે.
લેખકના દાવા પ્રમાણે દાઉદનો પહેલો ઈન્ટરવ્યુ પોતે લીધો હતો અને બોલીવુડમાંથી ખંડણીના આરોપો અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘મેં તેમને પૂછ્યું કે તેઓ ઇન્ડસ્ટ્રીને શા માટે ટાર્ગેટ કરી રહ્યાં છે તેના જવાબમાં મને કહ્યું હતું કે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પ્રેમ કરું છું, તેમને મારાથી ડરવાની જરૂર નથી. અબુ સાલેમે ફિલ્મ મેકર્સ પાસેથી પૈસા વસુલવાની શરૂઆત કરી હતી.
આપણ વાંચો: અમિતજી- ઋષિ કપૂર- દાઉદ ઈબ્રાહિમ ત્રણ અજબ કિસ્સાનું ગજબ કોકટેલ
ઝૈદીએ આગળ કહ્યું- તે ‘મેકર્સ, ડિરેક્ટર, સ્ટાર્સ અને એક્ટ્રેસ બધાને ઓળખતો હતો. તે સમયે લોકો તેમની દાઉદ સાથેની મિત્રતા વિશે ગર્વથી વાતો કરતા હતા. દાઉદ સાથે વાત કરવી ગર્વની વાત હતી. તે સમયે પોલીસની પકડ એટલી મજબૂત નહીં હોવાથી દરેક વ્યક્તિ તેના સંપર્કમાં હતી. તેના સંપર્કમાં રહેવામાં તેમને કંઈ ખોટું લાગતું નહોતું.
જોકે, દાઉદ ઈબ્રાહિમ ફિલ્મો માટે પૈસા ઉધાર આપતો હતો. તે સમયે આટલા સ્ટુડિયો નહોતા અને ઉદ્યોગ પણ સંસ્થાકીય નહોતો, તેથી લોકો દાઉદ પાસેથી પૈસા લઈને તેની ફિલ્મોમાં રોકાણ કરતા હતા અને આ રીતે તેનું કાળું નાણું સફેદ થઈ જતું હતું. ફિલ્મ રીલિઝ થયા બાદ તેઓ તેને વ્હાઇટ મની તરીકે પરત કરતા હતા.