લાખોનું પેન્ડન્ટ અને વનપીસ પહેરીને ક્યાં ફરી રહી છે Sara Tendulkar?

સારા તેંડુલકર (Sara Tedulkar) એ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar)ની દીકરી છે અને તે અવારનવાર કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં આવતી જ રહે છે. આ સિવાય ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ (Team India’s Opening Batsman Shbhuman Gill) સાથેના સંબંધને કારણે પણ સારા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતી રહે છે. પરંતુ આ વખતે સારા ચર્ચમાં આવી છે એનું કારણ જરા અલગ છે.
આવો જોઈએ શું છે આખી ઘટના-
વાત જાણે એમ છે કે 26 વર્ષીય સારા તેંડુલકરે લંડનથી પોતાનું એજ્યુકેશન પૂરું કર્યું છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સારાએ હાલમાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હર હંમેશની જેમ જ પોતાના સ્ટાઈલિશ ફોટો શેર કર્યા છે અને આ ફોટોમાં સારા લાખોની કિંમતનું મોંઘું પેન્ડન્ટ અને આઉટફિટ પહેરીને ફરતી જોવા મળી રહી છે. જેની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી થઈ રહી છે.
સારાએ પોસ્ટ કરેલા ફોટોમાં તેણે મિસોની (Missoni) બ્રાન્ડના લોન્ગ લેમે વિસ્કોસ વી નેક ડ્રેસ પહેર્ચો છે અને આ ડ્રેસની કિંમત આશરે 1.34 લાતખ રૂપિયા હોવાનો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ ડ્રેસની સાથે સારાએ જ્વેલરીમાં ચેનમાં પેન્ડન્ટ અને ટોપ્સ કેરી કર્યા હતા. સારાનું આ પેન્ડન્ટ વેન ક્લીફ એન્ડ અર્પેલ્સ કંપનીનો છે, જેની શરૂઆત 1896માં પેરિસમાં થઈ હતી.
આ અલહંબ્રા પેન્ડન્ટની કિંમત 18 કેરેટ ગોલ્ડથી બનાવવામાં આવ્યો છે અને એમાં નેચરલ મેલાકાઈટ સ્ટોન જડવામાં આવ્યો છે. આ પેન્ડન્ટ ચેનની સાથે આવે છે અને તેની લંબાઈ 18 ઈંચ અને જાડાઈ 15 મિમી છે અને તેનું વજન 11 ગ્રામ જેટલું છે. આ પેન્ડન્ટની કિંમત વિશે વાત કરીએ તો ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર આ પેન્ડન્ટની કિંમત 3.38 લાખ રૂપિયા છે.
ભાઈ આ તો સારા તેંડુલકર છે અને એના ઠાઠની તો કંઈ વાત થાય? માસ્ટર બ્લાસ્ટરની લાડકવાયીના શોખ અને ટેસ્ટ બંને એકદમ ઊંચા છે….