મનોરંજન

Dubaiમાં ક્યાં પહોંચ્યા Thalaiva Rajnikanth? વીડિયો થયો વાઈરલ…

સાઉથના સુપર સ્ટાર રજનીકાંત (South Super Star Rajnikanth) હંમેશા કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં રહે છે. બ્લોકબસ્ટર ફિલ્મ જેલરથી શાનદાર કમબેક કર્યા બાદ રજનીકાંત હાલમાં યુએઈમાં વેકેશન (UAE Vacation) એન્જોય કરી રહ્યા છે અને હાલમાં જ તેમણે ફેન્સ સાથે શેર કર્યું હતું કે તેમને યુએઈના ગોલ્ડન વિઝા મળી ગયા છે. આ જ દરમિયાન સુપસ્ટારે દુબઈમાં એક હિંદુ મંદિરમાં દર્શન માટે પણ પહોંચ્યા હતા અને એનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

યુએઈનો ગોલ્ડન વિઝા મળ્યા બાદ એક્ટર રજનીકાંત અબુ ધાબીના બીએપીએસ હિંદુ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. મંદિરના અધિકારીઓએ એક્ટરના ફોટો અને વીડિયો શેર કર્યા છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં રજનીકાંત એક પુજારી સાથે જોવા મળી રહ્યા છે, જે તેમને મંદિરનું મહત્ત્વ સમજાવી રહ્યા છે.

આ પણ વાંચો:

અત્રે ઉલ્લેખનીય છે કે એક્ટર વાઈરલ વીડિયોમાં ગોલ્ડન વિઝા માટે અબુધાબી સરકાર અને લુલુ ગ્રુપના માલિક એમએફ યુસુફ અલીનો આભાર પણ માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અબુધાબી સરકાર પાસેથી યુએઈ ગોલ્ડન વિઝા મેળવીને તેઓ ખૂબ જ સન્માનિત મહેસૂસ કરી રહ્યા છે. રજનીકાંત (Rajnikanth)એ જણાવ્યું હતું કે આ વિઝાની સુવિધા આપવા અને તમામ સહયોગ માટે હું અબુધાબી સરકાર અને મારા મિત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું…

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં રજનીકાંત પોતાની આગામી ફિલ્મ વેટ્ટાઈયાનું શૂટિંગ પૂરું કર્યું છે અને આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન, ફહદ ફાસિલ અને રાણા દુગ્ગુબાતી જેવા સ્ટાર્સ પણ જોવા મળશે. ફેન્સ લાંબા સમયથી આ ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button