પાકિસ્તાનમાં જન્મેલા મનોજ કુમાર કયો ધર્મ ફોલો કરતાં હતા, જાણો છો?

બોલીવૂડના ફેમસ અને લેજેન્ડરી એક્ટર મનોજ કુમારે આજે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં છેલ્લાં શ્વાસ લીધા હતા. તેઓ 87 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. 21મી ફેબ્રુઆરીના તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દેશભક્તિ પર આધારિત ફિલ્મો બનાવવા માટે જાણીતા મનોજ કુમાર ભારત કુમારના નામે પણ ઓળખાતા હતા. પરંતુ શું તમને ખબર છે કે મૂળ પાકિસ્તાનના મનોજ કુમાર કયા ધર્મને અનુસરતા હતા? ચાલો તમને આ વિશે જણાવીએ-
આપણ વાંચો: 50 વર્ષના કરિયરમાં મનોજ કુમાર માટે કમાઉ દીકરો સાબિત થઈ હતી આ ફિલ્મો…
મનોજ કુમારનો જન્મ 24મી જુલાઈ, 1937ના અખંડ ભારતના એબટાબાદમાં થયો હતો, જે હાલમાં પાકિસ્તાનમાં આવેલું એક શહેર છે. આ શહેર પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આવે છે. જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે મનોજ કુમાર 10 વર્ષના હતા. મનોજ કુમારનો પરિવાર વિભાજન બાદ એબટાબાદ છોડીને દિલ્હી આવી ગયો હતો.
વાત કરીએ મનોજ કુમાર કયો ધર્મ ફોલો કરે છે એની તો મનોજ કુમાર હિંદુ ધર્મને ફોલો કરતાં હતા. તેમનો જન્મ એક પંજાબી હિંદુ પરિવારમાં થયો હતો. પાકિસ્તાનથી ભારત આવેલા મનોજનો પરિવાર શરૂઆતમાં તો રિફ્યુજીની રીતે કિંગ્સવે કેમ્પમાં રહેતો હતો.
આપણ વાંચો: 50 વર્ષનાં કારકિર્દીનાં ગાળામાં કેટલું કમાયા મનોજ કુમાર? જાણો તેમની સંપત્તિ…
શરૂઆતના સમય મનોજ માટે ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો. પણ મનોજ કુમારે હિંમત નહીં હારી અને પોતાનો અભ્યાસ ચાલુ રાખીને દિલ્હી યુનિવર્સિટીની હિંદુ કોલેજથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું.
મનોજ કુમારના નિધન બાદ આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં સરી પડી છે. બોલીવૂડના સેલેબ્સ સહિત તેમના ફેન્સ પર દુઃખોનો પહાડ તૂટી પડ્યું છે. ધર્મેન્દ્રએ પોતાના ફેવરેટ કો-સ્ટારના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું અમારી એક સાથે અનેક યાદો છે. અમે ફિલ્મી દુનિયામાં પોતાના શરૂઆતના દિવસો સાથે પસાર કર્યા હતા.
આ સિવાય બોલીવૂડના દબંગ સ્ટાર સલમાન ખાને મનોજ કુમારની આઈકોનિક ફિલ્મોને યાદ કરીને તેમને ટ્રુ લેજેન્ડ ગણાવ્યા હતા. જ્યારે પુનમ ઢિલ્લોં અને આમિર ખાને પણ મનોજ કુમારને શ્રદ્ઘાંજલિ આપી હતી.