મનોરંજન

Aishwarya Rai Bachchan સાથે 11મી મેની રાતે શું બન્યું હતું? થયો ખુલાસો…

ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai Bachchan) હાલમાં જ કાન ફિલ્મ ફેસ્ટિવલ-2024 (Cannes 2024)માં જવા માટે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી અને એ સમયે તેના જમણા હાથમાં ફ્રેક્ચર દેખાતા ફેન્સ થોડા ચિંતામાં પડી ગયા હતા અને એ જાણવા માટે ઉત્સુક થઈ ગયા હતા કે આખરે ઐશ્વર્યાને આ ફ્રેક્ચર કઈ રીતે આવ્યું?

ઐશ્વર્યાને કાન ફિલ્મ ફેસ્ટિવલ- 2024માં ફ્રેક્ચર્ડ હાથ સાથે જોઈને ફેન્સ ટેન્શનમાં આવી ગયા હતા. તે શોલ્ડર સ્લિંગ પહેરીને કાનમાં પહોંચી હતી. એટલું જ નહીં પણ તેણે આ ફ્રેકચર્ડ હાથ સાથે પોઝ પણ આપ્યા હતા. હવે 20મી મેના ઐશ્વર્યા મુંબઈ પાછી ફરી અને એ દિવસે તે મતદાન કરવા પહોંચી હતી એ સમયે પણ તેના હાથમાં પ્લાસ્ટર જોવા મળ્યું હતું. પરંતુ ઐશ્વર્યાને કઈ રીતે આ ઈજા પહોંચી એની કોઈ માહિતી સામે આવી નથી આવી રહી. પરંતુ આખરે હવે આ બાબતનો ખુલાસો થઈ ગયો છે.

ઘટના પહેલા 11મી મેની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai Bachchan) એ દિવસે ઘરમાં પડી ગઈ હતી અને એને કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી. ઐશ્વર્યા કઈ રીતે પડી ગઈ એ તો જાણી શકાયું નથી, પણ પડવાને કારણે તેને ફ્રેક્ચર આવ્યું હતું. હવે પરિસ્થિતિ એવી છે કે ઐશ્વર્યાને સર્જરી કરાવવી પડશે. હજી પણ તેના હાથ પર સોજા છે, એવી માહિતી પણ મળી રહી છે.

આ પણ વાંચો: Mumbai Airport પર આવી હાલતમાં દેખાઈ Aishwarya Rai Bachchan

જોકે, ઐશ્વર્યાના કેટલાક વર્ક કમિટમેન્ટ્સ હતા, તેને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ હાજરી આપવા જવાનું હતું એટલે ડોક્ટરોની સલાહ લીધા બાદ જ તે કાન જવા માટે રવાના થઈ હતી. તેના પરની સોજા ઓછી થયા બાદ જ સર્જરી કરવામાં આવશે. રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર ઐશ્વર્યાએ હજી એક મહિના સુધી આ શોલ્ડર સ્લિંગ પહેરવું પડશે અને એની સાથે સાથે જ તેની ફિઝિયોથેરેપી પણ લેવું પડશે.

વાત કરીએ ઐશ્વર્યાની પર્સનલ લાઈફ વિશે તો છેલ્લાં કેટલાય સમયથી ઐશ્વર્યા રાય- બચ્ચન (Aishwarya Rai Bachchan) અને બચ્ચન પરિવાર વચ્ચે અણબનાવ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઐશ્વર્યા છેલ્લાં કેટલાય સમયથી પતિ અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને બચ્ચન પરિવાર વિના જ એકલી સ્પોટ થતી હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો