હિંદી ફિલ્મો માટે આ શું બોલી ગયો Pakistani Actor…
ભારત-પાકિસ્તાનના સંબંધો હંમેશાથી સંવેદનશીલ રહ્યા છે અને એવામાં હેડિંગ વાંચીને ચોક્કસ જ તમને થોડી નેગેટિવ વાઈબ્સ આવશે કે પાકિસ્તાની એક્ટર હોય એટલે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે નેગેટિવ જ બોલે… પણ ભાઈ એવું નથી. અહીંયા તો પાકિસ્તાની એક્ટરે હિંદી ફિલ્મોના ભરપેટ વખાણ કર્યા હતા. આવો જોઈએ શું છે આખો મામલો…
પાકિસ્તાની એક્ટર્સને ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને એ જ રીતે ભારતીય એક્ટર્સના પાકિસ્તાનમાં ઘણા ફેન્સ છે. પરંતુ બંને દેશની ફિલ્મો છેલ્લાં કેટલાક વર્ષોથી એકબીજાના દેશમાં રિલીઝ નથી થઈ રહી. હવે પાકિસ્તાની એક્ટર ફૈઝલ કુરેશીએ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ફૈઝલે ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે નિવેદન આપતા એવું જણાવ્યું હતું કે જો પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રી ચલાવવી હશે તો ભારતીય ફિલ્મો જોવી પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફૈઝલ કુરેશી પાકિસ્તાનના એક જાણીતો એક્ટર છે અને તેણે હાલમાં જ એક સ્થાનિક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને દેશની પરિસ્થિતિ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે એક પાકિસ્તાની હોવાને નાતે હું દેશભક્ત છું પરંતુ જો તમારે પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ચલાવવી હશે તો ઈન્ડિયન ફિલ્મો જોવી પડશે. હું ખૂબ જ સ્વાર્થી બનીને આવું કહી રહ્યો છું, પણ હું જાણું છું કે પાકિસ્તાનની ઓડિયન્સ ઈન્ડિયન ફિલ્મો જોવા માંગે છે. તમે એમના પર તમારી મરજી થોપી શકતા નથી. આપણે સંબંધો સુધારવા પર કામ કરવું જોઈએ.
વર્ષ 2019ના અંતમાં પાકિસ્તાને ભારતીય ફિલ્મોની રીલિઝ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને ત્યાર બાદ તો ઘણી મોટી મોટી ફિલ્મો રીલિઝ થઈ છે, એમાંથી કેટલીક ફિલ્મોએ વિદેશમાં પણ સારી કમાણી કરી છે. જો પાકિસ્તાનમાં બેન ના હોત તો ત્યાંથી પણ સારી એવી કમાણી થઈ શકી હોત. આ સાથે જ પાકિસ્તાની થિયેટર્સને પણ સારો એવો ફાયદો થઈ શક્યો હોત. જો ભારતીય ફિલ્મોની સ્ક્રિનિંગ પાકિસ્તાનમાં થઈ હોત તો પાકિસ્તાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દર વર્ષે 600થી 700 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી લીધી હોત.
વાત કરીએ તો ભારતની તો ભારતે પાકિસ્તાની ફિલ્મોની સ્ક્રિનિંગ પર લગાવવામાં આવેલા બેનને 2022માં હટાવી દીધો હતો. ખેર, ભારત અને પાકિસ્તાનમાં ભલે ફિલ્મોની સ્ક્રિનિંગ થાય કે ના થાય પણ દર્શકો ઓનલાઈ પોર્ટલ પર ફિલ્મો જોઈ જ લે છે.